SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ 1327 - ૯ : શું સટ્ટો, જુગાર નથી ?- 89 – – – ૧૩૯ તમારી સ્ત્રી પર જો પારકાને દૃષ્ટિ કરવાને હક નહિ તો તમને બીજાની સ્ત્રી ઉપર દૃષ્ટિ કરવાનો શો હક ? વળી અનેકથી અપવિત્ર થયેલી વેશ્યાના ઘરમાં જવું તમને શોભે ? સિંહમાં પણ એક એવી જાત છે કે જે આખા જીવનમાં એક જ વાર વિષય સેવે છે. બીજા સામાન્ય સિંહ પણ વર્ષમાં એક જ વાર વિષયસેવન કરે છે. મારે તમને મહિનાઓમાં ઘણા દિવસો બંધ કરાવવા છે. આ નિયમો તમે કરો પછી મારે બીજા પણ સુંદર નિયમો તમને બતાવવા છે. દરેક વસ્તુ ખાતા પહેલાં ત્રણ નવકાર ગણવા અને ખાધા પછી મુખશુદ્ધિ કરી એક નવકાર ગણીને ઊઠવું. આ પણ એક ઉત્તમ નિયમ છે. એમાં અનશન નામનો તપ થાય છે. મરાય તોય અનશનમાં મરાય. આ નિયમ કર્યા પછી જ્યાં ત્યાં નહિ ખવાય. જ્યાં ત્યાં ને હાલતાં ચાલતાં ખાવાની ટેવથી તો દેરાસરમાંયે તમારા પાણીનાં ઠામ રાખવાં પડે છે. બાકી દેરાસરમાં તે વળી કોગળા કરવાના હોય ? પણ મંદિરના વહીવટદારોએ જાણ્યું કે પાણીની વ્યવસ્થા નહીં રાખીએ તો આ નામદારો ભગવાનનું મોં જોવાથી પણ વંચિત રહેશે. માટે પાણી રાખે છે. બાકી એ કોગળા અને એ ભીની ચોકડીમાં તો અસંખ્યાત સંમૂચ્છિમ પંચેંદ્રિય મનુષ્યોની ઉત્પત્તિ તમારા ખાતે જમા થાય છે એ ભૂલવાનું નથી. ફાગણ સુદ ૧૫ પછી પત્તરવેલિયાં અને તમામ ભાજી પાલો ન ખવાય. આ બધું સમજીને થાય તેટલા નિયમ કરો. * (આ વખતે સભાનાં મોટા ભાગે સાત વ્યસન ત્યાગનાં તેમજ બીજાં પણ વિવિધ પ્રકારના નિયમો ગ્રહણ કર્યા હતા) હજી પણ શાસ્ત્રકાર ભગવંત આ વિષયમાં આગળ શું સમજાવે છે તે હવે પછી..
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy