________________
1889 –– ૩૨ ઃ શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા - 112 – ૫૦૧ હોય તો વાત જુદી, પણ રાખવા છે તો પાસે જ. ઇચ્છા વિના આ ઓઘો કોઈને અપાતો નથી. ભાવના વિના દીક્ષા કોઈને દેવાતી નથી. પકડીને પાઈ દેવાય તેવી આ દવા નથી. શાસ્ત્રમાં કહેલી વાતો ઘસી ઘસીને પાઈએ, વૈરાગ્ય પેદા કરાવીએ, ત્યારે હજારમાંથી કોઈ એકાદ બે તૈયાર થાય. આને ભોળવણી કહો, શિખવણી કહો, ભભૂતિ કહો, જે કહેવું હોય તે કહો, તે કબૂલ છે. એવી શિખવણી તો તમે પણ આપો છો. પતાસા બદલે કલ્લી ન કાઢી અપાય એવી શિખામણ તમે નથી આપતા ?. અમે પણ દીક્ષા લેનારને કહીએ કે તારાં ઘેલાં મા-બાપ આવે છે, એ માથું પણ ફોડશે, પણ સાવધ રહેજે. આ બરાબર ને ? અટવીમાં લૂંટારાને જોઈને તમે પણ નાસી છૂટવાની સલાહ આપો છો; એ રીતે અમે પણ એવાથી નાસવાની સલાહ આપીએ. કોઈ એમ કહે કે, “સંયમની ભાવના બહુ તીવ્ર છે, પણ મા-બાપ અત્યંત ક્રૂર છે' તો એનાથી બચવા માટે ભાગી છૂટવાની સલાહ અમે આપીએ. વ્યવહારમાં જેટલી શિખામણ તમે આપો એટલી જ અમે આપીએ. તમે સંસારમાં ફસાવાની સલાહ આપો, અમે સંસારમાંથી નીકળવાની સલાહ આપીએ. તમે પાપી બનો છો, અમે પુણ્યવાન બનીએ છીએ; તમને પાપ લાગે છે, અમને પુણ્ય બંધાય છે, તમને કર્મ બંધાય છે, અમારાં કર્મ છૂટે છે, તમારી કિંમત નથી, અમારી કિંમત છે. આ વ્યાખ્યાનશાળા રૂપી ગુફામાં એવા સેંકડો હેતુરૂપી ધાતુઓ છે. જેને કોઈ તોડી શકે નહિ. '
સભાઃ “આવેલાને છુપાવાય ખરો ?'
શરણાગતને શરણ અપાય. હલ્લ વિહલ્લ ચેડા રાજાને શરણે ગયા. તેમણે શરણ આપ્યું. કોણીકથી એમનું અપહરણ કર્યાનો દાવો ન કરાય. તમારા ઘરસંસારના ત્રાસથી ભાગીને આવનારને અમે શરણ આપીએ, પણ ત્યાં વાલની વીંટી પણ કાઢીને આવે તો. ચોરને અમે શરણ ન આપીએ. અત્યારે તો કાંઈ નથી. પણ મૂળચંદજી મહારાજના સમયમાં તેમણે બે-ચાર ગામ એવાં રાખ્યાં હતાં કે જ્યાં તેઓ દીક્ષા આપતા હતા. ત્યાંનો સંઘ એવો મજબૂત કે રાજની પોલીસને પણ એ ગામમાં પેસવા ન દે. અમલદારો પણ ત્યાં હાથ ખંખેરતા. બહુ લૂંટારા વસતા હોય ત્યારે આમ જ કરવું પડે. સાધુ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને માનનારા છે. એ આજ્ઞાને આઘી મૂકનારા સાધુ નથી. જેમની પાસે કોઈ સત્તા નથી, જેમને કાયદાનું જ્ઞાન નથી, જેમને ઠરાવ કરતાં આવડતા નથી, એવા સત્તા વગરના માણસોના ઠરાવની કિંમત નથી. એમની સભા એમના સર્કલ પૂરતી, જે બાજુનો વાયરો વાય તે બાજુ ફરે એવી. જેમણે