________________
૫૨૭.
સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૩
મર્યાદાભંગ ન કરાયઃ
જો તમારી એવી ભાવના હોય કે “આ લક્ષ્મી છૂટતી નથી, છોડાતી નથી, માટે સંસારથી છુટાતું નથી તો ભલે કોઈ લઈ જાય’ તો મને જણાવો. હું એ માટે વ્યવસ્થા કરીશ. તમારે ત્યાં એવાને મોકલીશ કે જેથી તમે દીક્ષા લઈ શકો અને પેલાઓ તમારા ધનનો સદુપયોગ કરે. પછી તો મારે દીક્ષિતો બનાવવા મહેનત નહિ કરવી પડે. પણ આવું બનતું નથી. પેલાં દૃષ્ટાંતો અપવાદરૂપ છે. મર્યાદાભંગ કદી ન કરાય. એ દાન ન થાય પણ અસતી પોષણ થાયઃ
જ્યારે દુનિયાના પદાર્થો ઉપરથી મારાપણાનો ભાવ ઊડી જાય ત્યારે તો એ સાધુ છે. જંબૂકુમારને બીજે દિવસે દીક્ષા લેવી હતી, સવારે જ બધું તજીને નીકળવાનું હતું. પણ રાત્રે આવેલા ચોરને એમણે શું કહ્યું ? પ્રભવ ચોરે જ્યારે બધા પર અવસ્થાપિની નિદ્રા મૂકી અને જંબૂકુમારને એની અસર ન થઈ (કેમ કે એ ચરમ શરીરી હતા, ત્યારે પોતે એને ખુલ્લું કહ્યું કે જો કે હું તો કાલે સવારે આ બધાંનો ત્યાગ કરીને ચાલી નીકળવાનો છું. પણ આ બધાં (મા-બાપ, મહેમાનો વગેરે) અત્યારે તો મારા વિશ્વાસે જ સૂતેલાં છે. એ બધાનો અત્યારે હું રક્ષક છું માટે આ રીતે તને લેતાં અટકાવવાની મારી ફરજ છે. મર્યાદા આનું નામ. જો એમ ન હોય તો ઘર ચાલે નહિ. કોઈ કોઈના ભરોસે સૂએ નહિ. સ્થાનની મર્યાદા ન ભુલાય. શ્રાવકોએ ચોરો છોડાવ્યા એ વાત સાચી, પણ મર્યાદા તોડીને ઘરના બારણાં ખુલ્લાં ન રાખ્યાં. એ વાત ખરી કે શ્રાવક પ્રસંગે દુશ્મનનો પીછો ન પકડે. દુશ્મનનો નાશ કરવાની દુષ્ટ ભાવના એને ન આવે એ બધું ખરું. પણ તેથી મર્યાદાયીન ન થાય. નવકારશીનું જમણ કરનાર સાધર્મીને પોતાના સ્વજનોથી પણ અધિક માની જમાડે. પણ તેથી બધાને ઘેર લઈ જવા દે ? દાતાર આપે ગમે તેટલું પણ સામાને પોતાની તિજારીમાં હાથ નાખવા ન દે. જો એમ હાથ નાખવા દે તો સાચા યાચકો રહી જાય અને લૂંટારાઓ ઘરભેગું કરી જાય. એ દાન ન થાય પણ અસતી પોષણ થાય. શ્રાવકે મર્યાદાને સમ્યક પ્રકારે વિચારવી તથા સાચવવી જોઈએ. શ્રાવક દુશ્મનનું પણ ભૂડું ન ઇચ્છે એ વાત કબૂલ છે. જો ખાલી જગ્યાઓ હોય તે એવી ઉપયોગમાં લેવાતી હોય તો તો માથેરાન-મહાબળેશ્વરમાં શેઠિયાઓના ઘણાયે બંગલા ખાલી પડ્યા રહે છે. એ રહેવા માટે માંગો, પણ એ ન્યાયની વાત નથી. સ્થાનની જે જાતની મર્યાદા હોય તે સચવાવી જોઈએ. દેરાસરમાં જગ્યા ખાલી હોય, તેથી રાત્રે ત્યાં પથારી કરાય ?