________________
૪૦૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1598 જોઈએ તેની અકિંમત કરી છે. ખરી વાત એ છે કે ધર્મના વિષયમાં કાળજી નથી. અમુક સાડી તો લગ્નમાં જ પહેરાય અને અમુક તો અમુક પ્રસંગે જ પહેરાય. વ્યવહારની એ વાતો વગર ભણાર્થે આવડે છે કેમ કે ત્યાં કાળજી છે.
જ્યારે અહીં કાળજી નથી. જીવરક્ષા કરવા કરતાં વસ્ત્રને વહાલાં ગણાય એ દશામાં હજારો રૂપિયા સન્માર્ગે વપરાય તોય સાચી ઉદારતા આવે એ આશા ઓછી.
શ્રીસંઘમેરૂની જીવદયારૂપી ગુફા તથા તેમાં વસતા તપસ્વી મુનિઓનું વિશેષ વર્ણન શાસ્ત્રકાર ભગવંત આગળ કઈ રીતે કરે છે તે હવે પછી.