SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1462 જ છે. અર્થકામ માટે તો ચણા ફાકીને પણ મુસાફરી કરનારા છે. મુદ્દો એક જ કે અર્થકામ મળવા જોઈએ. જૈનને મુક્તિમાં શંકા ન હોય? સંસાર અસાર ન લાગે, લક્ષ્મી તજવા યોગ્ય ન લાગે ત્યાં સુધી થાય શું ? આજે તો કહે છે કે, “જ્યાં બેઠા છીએ તે ત્યાજ્ય કેમ ?' વ્યાજ માટે લાખની મૂડી બેંકમાં મૂકી કાગળની કાપલી લઈ આવે. દલ્લો મળવાનો હોય ત્યાં બધું કરે. બેંકના માલિકનું તો મોઢું પણ દીઠું ન હોય છતાં ત્યાં વિશ્વાસ. કહે કે, એ તો બહુ સધ્ધર ! સધ્ધર મનાતા પણ નથી તૂટ્યા ? પણ ત્યાં એ વિચાર ન આવે. અહીં જ્ઞાનીના વચન સામે કહી દે કે “મુક્તિ કોણે જોઈ ?' તારા બાપ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ અને કેવળજ્ઞાનીઓએ જોઈ છે. બેંકો તો તૂટવાની શંકા છતાં ત્યાં નાણાં મુકાય અને અહીં વાતે વાતે શંકા. શાસ્ત્રને ગપ્પાં કહેતાં વાર જ નહિ. શાસ્ત્રો રચનારા ત્યાગી હતા, કેવળ પરમાર્થી હતા, જગતના ઉપકારની ભાવનાથી જ શાસ્ત્રો રચ્યાં છે, કાંઈ ખોટું લખવાનું એમનું પ્રયોજન ન હતું. આ બધી વાતોનું એ નામદારોને કાંઈ ભાન જ ન હોય. જૈનને મુક્તિમાં શંકા ન હોય. ધર્મક્રિયાથી જૈન ડરે નહિ. ગ્રંથકાર કહે છે કે “મિથ્યાષ્ટિ અર્થકામ માટે પ્રયત્ન કરે એ સારો નથી પણ એનેબટે અજ્ઞાનતાનો બચાવ છે; પરંતુ પ્રભુનું શાસન પામેલા માટે બચાવ નથી.' મિથ્યાદૃષ્ટિ તો પ્રભુનું શાસન પામ્યો નથી, સંસારની અસારતા એના ગળે ઊતરી નથી, મુક્તિની સુંદરતા એને ભાસી નથી, જીવાજીવાદિ પદાર્થોનો એને વિવેક નથી, મુક્તિની ઇચ્છા પ્રબળ થઈ નથી, એવાને સંસાર અસાર માનવાનું કે વિષયકષાયને છોડવાનું કહો તે માને ? તમે તો સમ્યગુદૃષ્ટિ સુશ્રાવક ગણાઓ છો ને ? માટે તમારે તો આ બધી વાતો કબૂલવી પડશે. મોક્ષ પુરૂષાર્થમાં ફળ અવશ્ય મળે જ ઃ સમ્યગુદૃષ્ટિનો પુરુષાર્થ કેવળ મુક્તિ માટેનો જ હોય. અન્ય પુરુષાર્થ માર્ટે તો શંકા છે કે ફળ ન પણ મળે ! કેમ કે મોક્ષ સિવાયના પ્રયત્નનું ફળ તો ભાગ્યાધીન છે. એ ફળ ન મળે અને દુર્બાન રહે તો દુર્ગતિ થવાનો પણ ભય ત્યાં છે. મોક્ષના પુરુષાર્થમાં તો કદી શંકા જ નથી. ભાગ્યની એમાં જરૂર નથી. સભાઃ “એમાં પણ અંતરાય આવે એ ભાગ્ય નહિ ?” . એ અંતરાયને કાપવો એ પુરુષાર્થ. મુક્તિ મળવામાં નડતા અંતરાયોને તોડવા એ જ મુક્તિ માટેનો પુરુષાર્થ છે. કર્મોના વળગાડથી આત્માના ગુણો દબાયેલા છે. તે કર્મોને ખસેડવાના પુરુષાર્થની જરૂર છે જ. એ પુરુષાર્થ વિના
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy