________________
૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ
મિથ્યાદ્દષ્ટિ તો ભૂલેલા છે, અર્થકામથી રંગાયેલા છે, વિષયકષાયથી ઓતપ્રોત છે, વિષયકષાયના પરિણામનું એને ભાન નથી એટલે એનો એ બચાવ કરે છે; આ બધું સારું તો નથી પણ એને માટે બચાવ છે, જ્યારે સમ્યગ્દષ્ટ માટે બચાવ નથી. નિગોદના જીવો નિગોદમાંથી બહાર નથી આવતા માટે એને એદી કહેવાય ? એ કરે શું ? બહાર આવે શી રીતે ? ભવિતવ્યતા પાકે ત્યારે જ એ ત્યાંથી બહાર આવે. નિગોદની સંખ્યા પણ મોટી, અંત વિનાની. નિગોદના અસંખ્યાતા ગોળા, એકેક ગોળમાં અસંખ્યાતી નિગોદ અને એકેક નિગોદમાં અનંતા જીવો. જ્યારે જ્ઞાનીને પુછાય ત્યારે જવાબ એક જ મળે કે એક નિગોદ્દનો અનંતમો ભાગ મોક્ષે ગયો. હંમેશ માટે આ એક જ જવાબ. આવા નિગોદના જીવને ત્યાં પડ્યો છે માટે દોષિત ન કહેવાય. કર્મથી એ સ્થાનમાં એ બિચારા એવા ઘેરાયેલા પડ્યા છે કે ભવિતવ્યતા પાકે નહિ ત્યાં સુધી ત્યાંથી બહાર આવી શકે જ નહિ. શ્રી જિનેશ્વરદેવ પણ નિગોદના જીવો માટે ટીકાટિપ્પણ નથી કરતા, કેમ કે એ જીવોમાં તેવી યોગ્યતા નથી. એક જ ઇંદ્રિયવાળા એ જીવોને ફક્ત અક્ષરનો અનંતો ભાગ ચેતના પૂરતો ઉઘાડો છે એમ જ્ઞાનીએ એમના માટે કહ્યું છે; બાકી તો લગભગ જડ જેવા છે. અવ્યક્ત વેદના ભોગવી રહ્યા છે. મૂર્છિત દશામાં પડ્યા છે.
1461
▪
―――――― - 98
૨૭૩
અર્થકામ માટે તો દુનિયા મરવા પણ તૈયાર છેઃ
એ જીવો નિગોદમાંથી બહાર નથી નીકળતા છતાં એમને એદી ન કહેવાય; પણ તમે જો મંદિર, ઉપાશ્રયે ન આવો તો એદી કહેવાઓ જ. ‘પાપને નથી છોડી શકતા' એમ કહી શકો પણ ‘અમારાથી નીકળાતું નથી’ એમ તમારાથી નહિ કહેવાય. મિથ્યાદ્દષ્ટિ માટે તો બચાવ છે, કેમ કે, એ તો અર્થકામમાં મૂંઝાયેલો છે, અર્થકામનો જાપ જપે છે, સંસારની અસારતાનું એને ભાન નથી, મુક્તિનું અનંત સુખ એની બુદ્ધિમાં હજી બેસતું નથી, અર્થકામમાં જ એ બાદશાહી જોઈ રહ્યો છે, રાજઋદ્ધિને સુખસાહ્યબીના મનોરથ એને થયા જ કરે છે, એટલે એ બધું તે કરે એમાં નવાઈ નથી. અર્થકામ માટે તો એ તન, મન, ધન ખરચી દેવા તૈયાર છે. એને માટે તો એ મરવા પણ તૈયાર છે. દુનિયા અર્થકામ માટે મરતી આવી છે, મરે છે અને મરશે: મુક્તિ માટે મરનારા થોડા. અર્થકામ માટે ગુલામી કરાવવી હોય તોયે વાંધો ન આવે. અર્થકામ માટે તો માણસ જાજરૂ સાફ કરવા પણ તૈયા૨ થાય. કંઈક મળે છે એમ જાહે૨ ક૨વામાં આવે તો માણસ બધું કરવા તૈયાર છે. અર્થકામ જો દૃષ્ટિમાં આવે તો લોકો નાચવા કૂદવા પણ તૈયાર