SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1450 અર્થ-કામ આપવા માટે માત્ર પુરુષાર્થની અસમર્થતાઃ મોક્ષ માટેના પ્રયત્નથી કાં તો નિર્જરા થાય છે અથવા શુભાનુબંધી શુભ બિંધ થાય છે. દુનિયાના પદાર્થોની ઇચ્છાથી અને એને મેળવવાના પ્રયત્નથી અશુભ કર્મ બંધાય છે. એ આશ્રવનો હેતુ છે. અર્થકામના પ્રયત્નને સુખનું સાધન ન મનાય. જેને સંસાર ન ગમે, જેને શ્રી જિનેશ્વરદેવનો માર્ગ રૂચે, તે આત્માઓ ગમે તેટલી સુખની સામગ્રી વચ્ચે પણ અર્થકામના. ભિખારી નથી બનતા. એ ભોગવટો કરતા, પણ એના ગુલામ નહોતા થતા. અર્થકામ એ મહાપુરુષોને એવા ન મૂંઝવી શકતા કે જે ધર્મને ભુલાવે. પુરુષાર્થ કરવાનો ઇન્કાર નથી. પણ જ્ઞાની પુરુષાર્થ મોક્ષ માટે જ કરવાનું ફરમાવે છે. અર્થકામમાં એકલો પુરુષાર્થ અકિંચિત્કર છે. એટલું જ નહિ પણ એવો પુરુષાર્થ કરીને હોય તે પણ ગુમાવવું એ તો કેવળ મૂર્ખતા છે. ઉત્તમ દેશ, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, ઉત્તમ સંસ્કાર અને ઉત્તમ ધર્મ એ તમામ સાધનસામગ્રી ઉત્તમ મળવા છતાં જો પુરુષાર્થ અવળા માર્ગે ખર્ચાય તો શાસ્ત્ર કહે છે કે પૂર્વ-પુણ્યોદયે મળેલી સારી સામગ્રીનો એ ભયંકર દુરુપયોગ થાય છે. મિથ્યાદષ્ટિ આંધળા છે; સમ્યગદષ્ટિ દેખતા છેઃ અર્થકામના પુરુષાર્થથી જો કાર્યસિદ્ધિ થતી જ હોત, પ્રયત્નથી લક્ષ્મી મળતી જ હોત, એમાં એકાંતે સુખ નિશ્ચિત જ હોત, એને મેળવીને સેવનારા સદ્ગતિએ જ જતા હોત અને ભવાંતરમાં પણ એ સહાયક થવા આવીને મળતી હોત તો એ પ્રયત્ન કરવા યોગ મનાત, પણ એવું છે ખરું ? નથી જ. માટે ઉદ્યમ તો મોક્ષનો જ જોઈએ. શાસ્ત્રકારે એકલા ઉદ્યમની પ્રધાનતા સમ્યગુદૃષ્ટિ માટે કહી. આંધળા માટે ઉદ્યમની પ્રધાનતા નહિ પણ દેખતા માટે પ્રધાનતા ઉદ્યમની જ ગણાય. આંધળો ઘેર પહોંચે, ઘેર પહોંચતાં રસ્તામાં અથડાય નહિ, ટિચાય નહિ, ગબડે નહિ તો એ ભાગ્યવાન. જો એ માર્ગમાં ગબડે તો પણ એને મૂર્મો નહિ કહેવાય; પરંતુ જો એ વગર ટિચાયે ઘરે પહોંચે તો સૌ એને ભાગ્યશાળી કહે. એ પોતે પણ પોતાને ભાગ્યશાળી માને. કારણ કે માર્ગમાં પથરા ઘણા હતા, અંતરાયો ને અવરોધો ઘણા હતા, તેમ છતાં એ હેમખેમ ઘરે આવ્યો એ ભાગ્યશાળી કહેવાય. એ રસ્તામાં ટિચાયો હોત તો દોષ ભાગ્યને દેવાત, પણ એના ઉદ્યમની ખામીનો નહિ. દેખતો ટિચાય તો દોષ એના ઉદ્યમની ખામીનો કઢાય. શાસ્ત્ર કહે છે કે મિથ્યાદૃષ્ટિ આંધળા છે ને સમ્યગુદૃષ્ટિ દેખતા છે. આંધળા માટે બચાવ ચાલે પણ દેખતાથી બચાવ ન કરાય.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy