SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ : એવા ફેરફાર કરનારા સંઘ નથી - 86 પૈસાની ઉઠાવગીરી કરતો માલૂમ પડે તો માલિક એને હાથકડી પહેરાવે. એ જ રીતે તમે અને અમે પ્રભુશાસનના સેવકો છીએ. એ શાસનના એ કાયદા મુજબ વર્તવા બંધાયેલા છીએ. જેને એ કાયદા ન ગમે તે રાજીનામું આપે. રાજીનામું ન આપે ત્યાં સુધી તો એને શાસનના કાયદા માનવા જ પડે. મુનીમને પણ જ્યારે પોતાના શેઠની નોકરી ન ફાવે ત્યારે રાજીનામું આપી છૂટો થાય પણ એ શેઠની ગાદી પર બેસી બીજાનું કામ કરે એ ન ચાલે. રાજના અમલદારને ન ફાવે તો રાજીનામું આપે તે વાત જુદી પણ ખુરસી પર બેસે ત્યાં સુધી રાજ્યના કાયદા મુજબ એને વર્તવું જ પડે. એકસો ચોવીસમી કલમ લાગુ થતી હોય તો ગમે તેને પણ એ અમલદારે સજા કરવી જ પડે. જજ્જ ભલે હિન્દી હોય અને દેશના આગેવાનોને પકડીને એની સામે ખડા કર્યા હોય તો પણ એને કાયદેસર સજા કરવી જ પડે. એ ગમે તેવા તોયે નોકર કોના ? પોતાને કામ કરવું ન રૂચે તો રાજીનામું આપે એ વાત જુદી પણ રાજીનામું ન આપે, એ જ ખુરસી ૫૨ બેસે અને કાયદા પ્રમાણે ન વર્તે તો, એ ન ચાલે. 1275 62 નિયમ વિના ક્યાંય ચાલતું નથી. આ તો કહે છે કે દેરાસરમાં પૈસા વધી પડ્યા છે પણ એમને કહીએ કે જેને રોજનું પચાસનું ખર્ચ અને પાંચસોની આવક હોય એ બધા સાડા ચારસો આપી દે છે ખરા ? એ બંગલા બગીચા ઊભા કરે, હીરાના હાર પહેરે તો એમાં ના પાડી શકો છો ? કોઈ એને કહે કે ભલા ! તારે તો પાછળ કોઈ ખાનાર પણ નથી તો પછી આપી દે ને ? અને પેલાની આપવાની મરજી ન હોય તો પડાવી લેવાય ખરા ? ભગવાનની મિલકત વધી પડી તે એમની આંખે ચઢી પણ એ ભાગ્યહીનોને ખબર નથી કે જેના લાખ્ખો ભક્ત હોય તેની તિજોરી તર હોય એમાં નવાઈ શી ? એ તો ત્રણ જગતના નાથની પુણ્યાઈનો પ્રભાવ છે. એમના પુણ્ય સામે બળતરા કરવી નકામી છે. પોતાને ભક્તિ કરવી ન ગમે તો ન કરે પણ બીજાને અટકાવી ન શકે. તેમ જ .બીજાએ અર્પણ કરેલા દ્રવ્ય માટે ખોટો બબડાટ પણ ન કરી શકે. આગમને આઘું મૂકીને મનફાવતા બંધારણ ઘડનારા સંઘ, એ સંઘ નથી. મરજી મુજબ બંધારણ ઘડનારા સંઘ બહાર : સભા ‘આગમમાં આ બધું છે ?’ આગમ અને આગમાનુસારી ન હોય તેવી એક પણ વાત આ શાસનમાં ન હોય. એ સિવાયની વાત કરનાર શ્રી જિનેશ્વરદેવનો સાધુ નથી. આ વાત જેઓ છતી આંખે પણ ન જોઈ શકે તેનો ઉપાય નથી. મૅજિસ્ટ્રેટની કચેરીમાં કામ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy