SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 1275 ૮૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ડખલગીરી ઊભી કરશે તો તેની સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.” આટલી નોટિસથી જ મોટે ભાગે મામલો શાંત થઈ જાય. પરંતુ ખરી વાત એ છે કે જો વહીવટદાર પોતે જ અજ્ઞાન હોય અને પોતાની ફરજનું એને ભાન પણ ન હોય તો શું થાય ? જરા પાઘડી મોટી દેખાય કે વહીવટ સોંપવામાં આવે પણ બીજી બધી લાયકાત ન જોવાય ત્યાં આવી દશા થાય. વહીવટદારો પોતાની ફરજને બરાબર વળગી રહે તો દશા જુદી હોય. ગવર્નમેન્ટ પાસે હજારો ખાતાં હોય છે પરંતુ જે ખાતાના પૈસા હોય તે તે ખાતામાં જ જમા થાય. ત્યાં કોઈએ અમુક ખાતામાં કેમ ન લઈ જવાય !” એવું ન પૂછ્યું. દેવદ્રવ્ય સામે નજર કરનારાઓને : * આજે કેટલાક દેવદ્રવ્ય માટે કહે છે કે ભગવાનની ભક્તિ માટે અર્પિત થયેલું અને ભેગું થતાં થતાં વધી પડેલું દ્રવ્ય બેકાર શ્રાવકોને કેમ ન અપાય ? આ કેવો પ્રશ્ન ? રાજ્યનાં સેંકડો ખાતાં હોય પણ દરેકનો વહીવટ અલગ જ હોય. તેમ અહીં પણ બંધારણ હોય એ પ્રમાણે જ વપરાય. તેમાં મરજી ન ચાલે. • સભાઃ “બંધારણ તો સંઘે જ રચેલું ને ?' હા ! પણ સંઘ કોણે રચ્યો ? શ્રી જિનેશ્વરદેવે. સંઘ તે કે જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માને. આગમાનુસારી બંધારણ હોય તે જ માન્ય થાય. આગમથી વિરુદ્ધ બંધારણ રચનારા સંઘ બહોર ગણાય. સંઘમાં રાજ્ય કોનું ? અમદાવાદના સંઘનું, કે મુંબઈના સંઘનું ? કહો કે એ કોઈનું નહિ; પરંતુ ભગવાન શ્રી મહાવીરદેવનું. ભગવાન શ્રી મહાવીરદેવના કાયદાને બાજુ પર રાખી જો કોઈ સ્વચ્છંદીઓ પોતાને ફાવતા જુદા કાયદા કાઢે તો તે જાણે; પણ તેવાઓ આ સંઘમાં ન રહી શકે. કોર્ટ અને જેલનાં મકાનો બાંધે કડિયા-સુથાર, પણ એ કહેવાય સરકારનાં. એનો વહીવટ સરકારના કાયદા પ્રમાણે ચાલે, કડિયા સુથારના કાયદા પ્રમાણે નહીં. એ જ રીતે પ્રભુભક્તિ માટે અર્પણ કરાયેલા લાખો રૂપિયાનો વહીવટ આગમે ફરમાવેલ કાયદા મુજબ ચાલે, વહીવટદારની મરજી પ્રમાણે નહીં. એ મિલકત ખાઈ જવાનો કોઈ હક્ક નથી. તમારી પાસે ઘણી મિલકત હોય તો મહિને ખર્ચ જેટલા રૂપિયા રાખી બાકીના આપી દેવા તૈયાર છો ? ત્યાં તો કહેવાના કે “એ તો મારી મિલકત ! આપી કેમ દઉં ?' તો પછી આ મિલકત મરજી મુજબ ગમે ત્યાં આપી દેવાનો તમને શો અધિકાર છે ? લાખો રૂપિયાનો વહીવટ કરનાર મુનીમને પેઢીનો માલિક હોશિયાર જરૂર કહે પણ એ જ મુનીમ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy