________________
1273
૬ : એવા ફેરફાર કરનારા સંઘ નથી – 86
જોખમ ખેડ્યું પણ એનું પરિણામ એ આવ્યું કે ટ્રેનના ટાઇમની ચિંતા મુસાફરી કરનારા રાખે અને કાયમની મુસાફરી કરનારા તો ખિસ્સામાં જ ટાઇમટેબલ રાખે. ટેનની નિયમિતતાએ મુસાફરીનો ટાઇમ સાચવવામાં નિયમિત બનાવ્યા, પણ તોયે બીજાં કામોમાં નિયમિત બનતાં તમે ન શીખ્યા. તમારી સાથે જેને કામ પડ્યું હોય તે સમયની બાબતમાં નચિંત હોય, કારણ કે તેણે તમને ઓળખી લીધા છે.
૮૫
ઑફિસનો કાયદો કે બંધ થયા પછી મોટો ચમરબંધી આવે તોયે પાછો જ જાય. જેમને અનાર્ય ગણો છો તે પણ આવા નિયમબદ્ધ છે. એમની નીતિ-રીતિ જો કે પાપવાળી છે એ વાત જુદી પણ એમનું જીવન નિયમબદ્ધ કેટલું ? જેને જ્યાં ઊભો રાખ્યો તે ત્યાંથી ખસે જ નહિ. એ પોતાની ફરજ ત્યાં ઊભો રહીને બજાવ્યે જ જાય. એને લઈને જ. આટલું મોટું રાજતંત્ર પણ આવું વ્યવસ્થિત ચાલે છે. દેશમાં આટલો કોલાહલ છતાં એની તમામ ઑફિસો નિયમિત કામ કર્યે જ જાય. કેમકે દરેકને માટે એની તમામ ચિંતા ઉઠાવી લેનારો એક તેવો ઑફિસર નિમાયેલો જ હોય. તમારે તો સો ચિંતા, કારણ કે તમારા ઘરમાં, તમારી ઑફિસમાં એક પણ નિયમધારી, નિયમ પાળનાર કે નિયમની મહત્તા સમજનાર ન મળે.
ફરજનું ભાન :
દેરાસર જેવી પવિત્ર સંસ્થામાં પણ પોતાની ફરજનું ભાન સમજનારા વહીવટદાર કેટલા મળે ? જ્યાંની નોકરી કરવી ત્યાંની ફરજ બજાવવા માટે એ ફરજનો ખ્યાલ તો જોઈએ ને ? ન્યાયાધીશને આરોપી પર ગમે તેટલો ગુસ્સો આવે પણ પોતે ઊઠીને બેડી ન પહેરાવે. ગુનેગારને પકડીને બેડી પહેરાવવાનો તથા જેલમાં લઈ જવાનો હુકમ એ કરે પણ એ હુકમનો અમલ તો પોલીસ જ કરે. ગમે તેટલો ઘોંઘાટ થતો હોય તો લોકોને ચૂપ રહેવાનું પોતે ન કહે; પોતે તો ઘંટડી વગાડે, ઇશારે સમજાવે પણ ‘ચૂપ રહો’ એવો પોકાર તો પોલીસ જ કરે. જજ્જ ‘ચૂપ રહો’નો પોકાર કરે ને લોકો ચૂપ ન રહે તો જજ્જનું વજન ન રહ્યું એમ ગણાય. પોલીસને ન માને એની એટલી કિંમત નહિ. એ તો વળી ફરી પોકાર કરે. ન્યાયાધીશને પોતાના મોભાનો ખ્યાલ છે. જો મંદિરમાં વહીવટદારોને પણ પોતાના સ્થાનનો ખ્યાલ હોય, કાયદાની બારીકી જાણતા હોય તો કોઈની તાકાત નથી કે દેવદ્રવ્ય માટે ખોટો ઘોંઘાટ કરી શકે. કોઈ ખોટી ગરબડ ઊભી કરવા જાય તો તરત નોટિસ આપે કે અહીં આગમ અનુસારે બંધારણ મુજબ જ વહીવટ થશે. કોઈ ખોટી ટીકા-ટિપ્પણ કરી વહીવટમાં