________________
1550
- ૨૫ : દયાની ઓળખ - 105
૩૮૧
હાથ પણ કાળા થાય; બહુ રૂપિયા હોય તો કાંટે જોખવા પડે છતાં કહો કે કિંમત રૂપિયાની વધારે કે પેલા હીરાની ? રૂપિયાની થેલીને વધારે ઊંચી કોણ માને ? મૂર્ણો હોય . હજાર રૂપિયાના ઢબુ બત્રીસ હજાર અને પાઈ એક લાખ ને બાણું હજાર. વજન અને સંખ્યામાં તો એ બહુ વધી જાય, છતાં હીરો એ હીરો. કિંમત એની અનેકગણી વધારે. એ જ રીતે શાસ્ત્ર દ્રવ્યપ્રાણ કરતાં ભાવપ્રાણની કિંમત બહુ આંકી છે. દ્રવ્યપ્રાણ તો રહે તોય પીડા, જાય તોય પીડા અને ભાવપ્રાણ તો પ્રગટ થયા એટલે પત્યું, બધી જ લપ છૂટી જાય; પણ ભાવપ્રાણની કિંમત સમજાય તો ને ? ભાવપ્રાણને પ્રગટાવવા દ્રવ્યપ્રાણની સહાયની જરૂર છે માટે દ્રવ્યદયા વિહિત છે.. મુનિના દ્રવ્યપ્રાણની રક્ષામાં શ્રાવકના ભાવપ્રાણની રક્ષા છે:
આત્મા કર્મવશ છે ત્યાં સુધી ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે દશ પ્રાણ છે જ અને રહેવાના. એને ન સાચવે તો ભાવપ્રાણ શી રીતે પ્રાપ્ત થાય ? “મુનિ તો ભાવપ્રાણના ધણી, એને વળી આહારની જરૂર શી ? રહેવા ઉપાશ્રય શા માટે ? ગમે ત્યાં પડ્યા રહે;” આવું કહેનારા પણ છે. શાસ્ત્ર કહે છે કે મુનિનું શરીર કીમતી. એ આવે ત્યારે એમને સામે લેવા જવું પડે, દેખતાં હાથ જોડવા પડે, ત્રણ ખમાસમણાં દેવાં પડે, અભુઠ્ઠીયો ખામવો પડે, ખાનપાનાદિથી સંપૂર્ણ ભક્તિ કરવી પડે એ બધું શા માટે ? મુનિના દ્રવ્યપ્રાણની રક્ષામાં શ્રાવકના ભાવપ્રાણની પણ રક્ષા છે. આંખ પર આપત્તિ આવે ત્યારે આંખમાં બળે તેવી દવા પણ એમાં નાંખવી પડે. આંખ બચાવવા પાંચસો હજારનું પાણી પણ કરવું પડે; કેમ કે એ સાધન છે. દુનિયાની સાધનાના સાધન માટે જો આટલી કાળજી લેવામાં આવે તો આત્મકલ્યાણની સાધના માટેના સાધન માટે કેટલી કાળજી જોઈએ ? મુનિનું શરીર સંયમપાલનનું સાધન છે. એ બેસે, ઊઠે, ખાય, પીવે, બોલે, ચાલે એ બધામાં સંયમપાલન છે. ગૃહસ્થની આંખ કાળજીના અભાવે જાય તો તેનાથી થતો માત્ર દુન્યવી વ્યવહાર અટકે પણ મુનિની આંખ કાળજીના અભાવે જાય તો ઈર્ષા સમિતિ, શાસ્ત્રવચન આદિ સંયમપાલનની પ્રવૃત્તિ અને સંયમની શુદ્ધિ, વૃદ્ધિ અટકે. મુદ્દો એ છે કે જેમ જેમ ભાવપ્રાણ ખીલતા જાય તેમ તેમ દ્રવ્યપ્રાણની ચિંતા વધારે જોઈએ. કેમ કે એ ભાવપ્રાણમાં હેતુભૂત છે. ભિક્ષા લઈને આવે ત્યારે મુનિ માટે રોજ આ ગાથા વિચારવાની કહી છે.
अहो जिणेहिं असावज्जा, वित्ति साहूण देसिआ । मुकख्साहण हेउस्स, साहू देहस्स धारणा ।।१।।