________________
1339 – – ૧૦ નિયમ લેતાં પહેલાં અને પછી - 90 - ૧૫૧ બગડવાથી જેટલો ગુસ્સો થાય તેટલો ગુસ્સો ધર્મ પરની આપત્તિથી થવો જોઈએ. ખીસામાંથી એક રૂમાલ પણ પડી જાય તો કેવી અસર થાય છે તેવી અહીં પણ થવી જોઈએ. પોતાને કોઈ લુચ્ચો કે બદમાશ કહે તો એ કહેનાર પર જેવો ગુસ્સો આવે તેટલો જ દેવ, ગુરુ, ધર્મ માટે એલફેલ બોલનાર પર આવવો જોઈએ. જો એમ ન થાય તો સમજવું કે એ ધર્મહીન છે, ધર્મ પામ્યો જ નથી. જે વીતરાગનો રાગી તે વીતરાગના દ્રષીનો દુશ્મન હોય જ. પોતાની પેઢી માટે ગમે તેમ બોલનારને એની સાત પેઢી ઉખેડી નાખવાની ધમકી આપનારો ભગવાન મહાવીર માટે કોઈ ગમે તેમ બોલે ત્યારે “હશે હવે ! એ તો વીતરાગ છે ને ?' એમ બોલે તે ચાલે તો....અમે જાહેર કરશું કે- “એ ચુકાદો અન્યાયી છે !'
આબુતીર્થ ઉપર એક અંગ્રેજબૂટ પહેરીને મંદિરમાં ગયો હતો. તેના ઉપર કેસ માંડવામાં આવ્યો. એ કેસ ચાલતો હતો ત્યારે ત્યાંના મેજિસ્ટ્રેટે કેટલાક આગેવાન જૈનોને ખાનગીમાં બોલાવીને કહ્યું કે “આ કેસ પાછો ખેંચી લો, કેમકે ફેંસલો તમારા ગેરલાભમાં આપવાનો છું.” આગેવાનોએ પૂછ્યું કે-ફેંસલો કાયદેસર આપશો કે બીનકાયદેસર ?” મેજિસ્ટ્રેટે કહ્યું કે-“મારી મરજીથી આપીશ.' આગેવાનોએ કહ્યું કે-“તો અમે ઉપર જઈશું. મૅજિસ્ટ્રેટે કહ્યું- ત્યાં પણ એવો જ ફેંસલો આવે તેવી યોજના છે.' ત્યારે આગેવાનોએ કહ્યું કે-“અમે છેક પ્રીવી કાઉન્સિલ સુધી જઈશું.” મૅજિસ્ટ્રેટે કહ્યું કે-“ત્યાં પણ અમારો ફેંસલો કાયમ જ રહેશે એ વાત નક્ક સમજજો-ત્યારે આગેવાનોએ કહ્યું કે-“તો પછી અમે જગતમાં જાહેર-કરશે કે-આ ચુકાદો અન્યાયી છે. અમારા વીતરાગ એવા નથી કે તમે બૂટ પહેરીને આવો એટલે ભાગી જાય પણ અમે જીવતા છીએ ત્યાં સુધી આ જોહુકમી અને અન્યાય સામે લડી લેવાના. અમારા મંદિરમાં આવવું હોય તો અમારી વિધિઓ -અને રીતરિવાજોને માન આપવું જ પડશે. આવા અન્યાયની જગતમાં દાંડી ને પીટીએ તો અમે જીવતા પણ મૂઆ જેવા જ છીએ.... આ સાંભળી મૅજિસ્ટ્રેટ ખુશ થઈ ગયા, આગેવાનોના જુસ્સાની પ્રશંસા કરી અને અંતે ફેંસલો પણ લાભમાં જ આપ્યો. પણ આ ક્યારે બન્યું ? “મારા દેવ !” એમ હૈયામાં હતું તો. પ્રશસ્ત રાગ દ્વેષ વગેરે વિના ધર્મસાધના અશક્ય છે. એના વિના હૈયામાં ધર્મ ટકે જ નહિ. એ સંઘના, એ દાવોની કિંમત ફૂટી કોડીની છે:
સામો વર્ગ એકપક્ષીય છતાં પોતાને સાચા સંઘ તરીકે ઓળખાવે છે, તો