________________
- 1558
૩૭૦
સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૩ વખતે શું થતું હોય તે તો તે જાણે. એના ગળે એવો ડૂમો ભરાય કે એક અક્ષર પણ એ બોલી ન શકે. પોતાના બાળકના મોતની કુશંકા પણ સગી મા કરે; પેલી તો નઠોર થઈને કહે કે, “હવે એમ કાંઈ મરી જવાનો હતો ?” તે વખતે સગી મા કહે કે “જે મા નથી થઈ તેને માના હૈયાની શી ખબર પડે ?” એ જ રીતે જેને આગમ પ્રત્યે પ્રીતિ ભક્તિ છે તેના હૈયામાં આગમ સામેના હલ્લા વખતે શું થાય છે, તેની ખબર આગમની દરકાર વગરનાને શી પડે ?' ' એવી શાંતિને વખાણનારા મડદાના પૂજારી છે:
મુંબઈમાં આઠ દિવસ પછી ધાડ આવવાની છે એવી ખબર મળે તો તો માલ લઈને પહેલી ટ્રેનમાં જ ઊપડો ને ? ધાડ આવશે ત્યારે આવશે પણ આજે જ નાસવાની તૈયારી કરો ને ? વસ્તુનો નાશ સામે દેખાય ને જો બૂમ ન મારે, તો સમજવું કે એને વસ્તુનો પ્રેમ જ નથી. પ્રેમ હોય એનાથી ચીસ નીકળી જ જાય. સામો મારવા માટે હાથ ઉગામે તો માર્યા પહેલાં જ “ઓ બાપ રે !' થાય ને ? સાપ દોડતો સામે આવી રહ્યો હોય તો “ઓ મા !” કરતાં રાડ પાડીને ભાગો કે નહિ ? કેમ ? ત્યાં શરીર મારું મનાયું છે. એ જ રીતે જે આગમને પોતાનું માને એને કંઈ ન થાય ? ત્યાં શાંતિની વાત કરવી એ તો મડદાની શાંતિ છે અને એ શાંતિને વખાણનારા મડદાના પૂજારી છે. સમતાના સાગર એવા મહાત્માઓએ ધર્મની રક્ષા માટે, આગમના સંરક્ષણ માટે ઓછું નથી કર્યું. એક-એક કુમત નીકળ્યો ત્યારે એને ઉખેડવા મહેનત કરવામાં આચાર્યોએ દિવસ કે રાત જોયાં નથી અને રાજના ભયની પણ પરવા કરી નથી, કેમ કે, જેને પોતે પામ્યા એના નાશને કેમ જોઈ શકે ? પ્રયત્ન કરવા છતાં નાશ થાય એ વાત જુદી.
કહે છે કે, “સૌ સોની મરજી, પણ એ મરજી પોતાના ઘરમાં ચાલે; અહીં કેમ ચાલે ? દુનિયામાં ઘણા મિથ્થામતિ છે. તેમને એમની પ્રવૃત્તિમાં કોઈ રોકવા જતું નથી. શ્રી જિનેશ્વરદેવે પૂજાનું વિધાન કર્યું, હવે ન કરે તો એની મરજી, કરે તો ઉત્તમ પણ “પૂજામાં શું પડ્યું છે ?' એમ કહે એ ચાલે ? નવકાર પણ ગુર પાસે ભણવો, સ્વતંત્રપણે નહિ?
આજે ગુરુગમ વિના સ્વયં પુસ્તકો વાંચવાથી જ ઘણી ગરબડ તો ઊભી થઈ છે. જ્ઞાની કહે છે કે નવકાર પણ ગુરુ પાસે ભણવો પણ સ્વતંત્રપણે નહિ. આજે તો ભાષાંતરો સ્વયં વાંચી પોતાને ફાવતી વાતો વચ્ચેથી ઉપાડે. શ્રાદ્ધવિધિ વાંચે ને પછી અહીં આવીને કહે છે કે, “તમે તો દાતણ કરવાની ના કહો છો પણ શ્રાદ્ધવિધિકારે તો દાતણની વિધિ બતાવી છે. હવે આવું અધૂરું વાંચે એને શું કહીએ ? શ્રાદ્ધવિધિમાં તો એમ કહ્યું છે કે જો તું દાતણ કરતો હોય, અથવા