________________
૫૬
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
- 1244 નહિ એવું નક્કી કરી બેસી જનારા મિથ્યાદૃષ્ટિ છે અને તેમને આવું સમજાવનારા મહામિથ્યાદૃષ્ટિ છે. દીક્ષિતના કુટુંબીઓ આર્તધ્યાન કરે એનું પાપ કોને ?
કેટલાક કહે છે કે-“સર્વવિરતિના નિયમ લેનારની પાછળ એમના કુટુંબીઓ આર્તધ્યાન કરે છે તેનું શું ?' એમને શાસ્ત્ર પૂછે છે કે એ કુટુંબીઓ પહેલાં વળી કયું ધ્યાન કરતા હતા ? આમેય આર્તધ્યાનમાં તો એ બધા બેઠેલા જ હતા ને ? એમાંથી પુણ્યોદયે એક આત્માને ખસવાનું મન થયું, એટલે તે એક તો આર્તધ્યાન કરતો અટક્યો ને ? એ એક આજે અટક્યો તો ચાર દિવસ પછી એ એના કુટુંબને પણ એ ધ્યાનથી અટકાવશે અને બીજા પણ અનેકને ઉપદેશ આપી એનાથી બચાવશે. સ્નેહીઓને રોતા મૂકીને સાધુ થયેલો પાછો એમને બોધ કરવા આવશે પણ સ્નેહીઓને રોતાં મૂકીને મરી ગયેલો પાછો નહિ આવે. તો પછી સ્નેહીઓને રોતાં મૂકીને મરે એ ડાહ્યો કે સાધુ થાય તે ડાહ્યો ?
સભા: “મોત એ તો અશક્ય પરિહાર છે.”
સમ્યગ્દષ્ટિને માટે વૈરાગ્ય પણ એવો જ અશક્ય પરિહાર છે. કેટલાક કહે છે કે-“અમને દીક્ષિતના કુટુંબીઓની દયા આવે છે. તેમની આ વાત સાચા હૃદયની હોય તો આનંદ માનું. વળી એ કુટુંબીઓનાં દુઃખ જો એ દયાળુઓ દૂર કરવા માગતા હોય તો એ દુ:ખો તેમની પાસે ક્રમસર રજુ કરું. વળી જો તેઓ એ દુ:ખનાં કારણોને જ દૂર કરતા હોય તો તો આપણે તેમને પરમ ધર્માત્મા માનીએ; પરંતુ જો એ વાતમાં તેઓ અખાડા કરે તો તો એ બધી વાતોને ઢોંગ જ માનીએ.
વળી એ લોકો એમ પણ કહે છે કે આ રીતે દીક્ષા લેવાથી સ્નેહીઓ કલ્પાંત કરે તેથી સાધુનું પહેલું મહાવ્રત રહી શકતું નથી; અને અહિંસા ધર્મનું ખૂન થાય, તો તે કેમ ચલાવી લેવાય ? આ રીતે પણ જો તેઓ સાચા અહિંસાવાદી બનીને વાત કરતા હોય તો આપણે તેમને શુદ્ધ શ્રાવક માનવા પણ તૈયાર છીએ; અને દીક્ષિતોના કુટુંબીઓના દુઃખના કારણને જો તે દૂર કરવા માગતા હોય તો તે બધાં કારણો આપણે તેમની પાસે રજૂ પણ કરીએ. એ દુ:ખનાં કારણ કયાં એ વિચારવું જોઈએ. દીક્ષા અને મા-બાપનો ઉપકાર ? .
શાલિભદ્ર સંયમની રજા માગી ત્યારે એ સાંભળતાં જ માતાને મૂર્છા આવી ગઈ. એ વખતે શાલિભદ્રજી વિચારે છે કે-માતાને મારા ઉપરના મોહથી મૂચ્છ