SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ 17. (૩: એવાઓથી સાવધાન રહેજે !- 83 ૩૯ માલિકને ઊની આંચ ન આવવા દે. પોતે ભયંકર પ્રહારો ઝીલીને પણ સ્વામીને બચાવે. આવા સૈનિકોના યોગે જ મોટા બાદશાહો ભયંકર રણસંગ્રામમાંથી જીવતા પાછા આવતા; પેલા લાખના ભરોસે નહિ. જૈન તે કહેવાય કે જે પોતાના ભોગે શાસનને બચાવે. આજે તો શાસનના ભોગે પોતાને દીપાવનાર અને જિવાડનારા ઘણા જોવા મળે છે. એ કહે છે કે બેકારો માટે દેવદ્રવ્યના પૈસામાંથી બેંક કાઢો.” જૈનોની કહેવાતી સંસ્થા આવા ઠરાવો કરે છે. મારે એમને પૂછવું છે કે-“તમારી મૂડી ક્યાં ગઈ ? બીજી બેંકોમાં મૂકો છો તો એ જ ઉપાડીને એનાથી આવી બેંક ખોલો ને ? ખરી વાત એ છે કે આવી વાતો કરનારા અને એવી ભાવનાવાળાઓએ પોતાનું જૈનત્વ ગુમાવ્યું છે. આવાઓનું જૈનસંઘમાં સ્થાન હોય ? શાસનના ભોગે લોકોનું ભલું કર્યાનો જશ ખાટવા નીકળનારાઓ લોકોને ભીખ માગતા કરશે અને પરિણામે પોતાની પણ એ જ દશા કરશે. આવાઓને હવે સમાજમાં ઓળખાવી દેવાનો સમય પાકી ગયો છે. આવી દુર્ભાવનાના યોગે ઘણાયે ભિખારી બન્યા છે. અતિ ઉગ્ર પાપનાં ફળ આ લોકમાં જ મળે છે. પૂર્વના પુણ્ય જેઓ આ લોકમાં ભીખ માગતા નથી થયા એની ભવાંતરમાં બૂરી દશા થવાની છે. નરકાદિ દુર્ગતિઓનાં ખાતાં બહુ મોટાં છે. ભિખારીને તો માનવગતિ પણ ખરી પરન્તુ પછી તો એ પણ નહિ મળે. જૈન સાચો તે કહેવાય કે જે જાતના ભોગે શાસનને દીપાવે.' -એ બધા વિષવૃક્ષ જેવા પાક્યા છે? - આજની બેકારી શાથી આવી? કોણે ઊભી કરી ? એ કેમ દૂર થાય ? એ બધું વિચારવાને બદલે સીધી જ દેવદ્રવ્ય પર ત્રાપ મારવા આજે એક વર્ગ ઊભો થયો છે. એ ત્યાં સુધી કહે છે કે-મંદિરોમાં પડેલું દેવદ્રવ્ય જો સમાજના લાભમાં ન આવે તો એ મંદિરો સમાજ માટે ભારભૂત છે. રાજદરબારે ઝૂલતા પ્રમાદી અને આળસું હાથી જેવાં એ મંદિરો સમાજ નિભાવવા હવે તૈયાર નથી.” એમને એ ભાન નથી કે મંદિરો સમાજના આધારે નહિ પણ સમાજ મંદિરના આધારે નભે છે. આપણે એ નામદારોને પૂછવું છે કે-“અરે કમનસીબો ! તમને ઊભા કર્યા કોણે ? સમાજ ઉપર નભનારા તમને આવું બોલવાની છૂટ આપી કોણે ? કયા જૈન સમાજે તમને એના પ્રતિનિધિ બનાવ્યા છે ? આ અવાજ જૈન સમાજનો ન હોય. આ તો તમારી અધમ મનોવૃત્તિનો અવાજ છે. વિષવૃક્ષની છાયામાં એ સ્વભાવ છે કે એ છાયામાં જનારા સારા માણસને પણ ચક્કર આવે, ઊલટી થાય, મૂચ્છ ખાઈને નીચે પછડાય અને મરી પણ જાય. હીન મનોવૃત્તિ ધરાવનારા આ બધા વિષવૃક્ષ પાક્યા છે; અને તે પણ તમારા પૈસે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy