SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ 125 - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ને ? સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિના નિયમો તો દૂર છે પણ પહેલાં જૈન જીવન જીવવા જોગા નિયમો તો જોઈએ જ ને ? -આવાઓ જૈનસંઘ માટે ભારભૂત છેઃ ભગવાનનાં દર્શન વિના ખવાય જ નહિ, ભગવાનની પૂજા વિના રહેવાય જ નહિ, ગુરુનો યોગ હોય તો તેમનાં દર્શન અને વંદન વિના ચાલે જ નહિ, આ નિયમો તો સામાન્ય જૈનને પણ હોય જ. મુંબઈના વીશ હજાર જૈનોમાં દર્શન કરનારા કેટલા ? કેટલા તો એવા હશે કે વર્ષોથી મુંબઈમાં રહેતા હશે, રોજ દેરાસર પાસેથી પસાર થતા હશે, પણ તેને દર્શન કરવાની ફુરસદ નહિ હોય. પોતાના ગામમાં જાય અને કોઈ પૂછે કે મુંબઈમાં દેરાસર કેટલાં ? તો કહેશે કે ખબર નથી. પણ કોઈ એને પૂછે કે મુંબઈમાં થીએટરકેટલાં! તો તરત ગણી બતાવે, ક્યા થીયેટરમાં ક્યાં નાટક-સિનેમા ચાલે છે !.તે પણ એ કહી બતાવે. મંદિર-ઉપાશ્રય કેટલાં, કે- સાધુ હાલ કોણ છે, એ વગેરેનીં એને કાંઈ ખબર ન હોય. બહારગામના જૈનો મુંબઈમાં આવે, ચાર દિ’ રહે, તેમાં વેપાર ધંધો કરી જાય, નાટક ચેટક જોઈ જાય પણ મંદિર-ઉપાશ્રયે જવાનો સમય એને ન હોય. આવાઓને પણ જૈન તરીકે ઓળખાવી જૈનોની વસતિ વધ્યાનો દેખાવ ક્યાં સુધી કર્યા કરવો છે ? આવી મોટી સંખ્યાથી લાભ કશો નથી. તમે અમેરિકાનો સંઘ કાઢો તો તેમાં બધા આવવા તૈયાર થઈ જાય. એક પણ સુધારક આવ્યા વગર રહે તો મને કહેજો. એ લોકો તો કહે છે કે હવે સિદ્ધગિરિના સંઘ કાઢવા બંધ કરીને ઇંગ્લેન્ડ, અમેરિકાના સંઘો કાઢવાની જરૂર છે. તીર્થાત્રાના સંઘોની ટીકા કરતાં તેઓ કહે છે કે “હવે આ કાળમાં છતે સાધને આવા સંઘો કાઢવા એમાં કઈ બુદ્ધિમત્તા છે ?' આવું બોલનારો એ ભારે કર્મી જવો જો કોઈ વિલાયતનો સંઘ કાઢે તો તેનાં વખાણ કરશે, તેને પુણ્યવાન અને સમયનો જાણ કહેશે. ભણેલાઓ આજે જૈન સમાજમાં આવા પાક્યા છે. આવા સમુદાયથી જૈનસંઘની મહત્તા ક્યાં સુધી માનવી છે ? આવા શંભુમેળામાં લાભ નથી. શાસ્ત્ર કહે છે કે આવા પચીસ લાખ હોય તેના કરતાં પાંચ હજાર સારા. રાજા મહારાજાઓ યુદ્ધમાં જવા નીકળે ત્યારે લાખોની સેના હોય તે આગળ જતી હોય; પરન્તુ પાંચસો એવા ચુનંદા હોય કે જે રાજાની આજુબાજુ જ ચાલતા હોય. એ પાંચસો એવા વફાદાર કે એ જીવતા હોય ત્યાં સુધી પોતાના * વિ.સં. ૧૯૮૫-૮૬માં મુંબઈમાં વીશ હજાર જૈનોની વસતી ગણાતી હતી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy