________________
155
૯૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ નાસ્તિકો છે અને એવા પ્રકારનો ઉપદેશ આપે છે તે ભયંકર નાસ્તિકો છે.
એવાઓ તો ભગવાન મહાવીરદેવને સર્વજ્ઞ માનતા જ નથી. જ્ઞાનનો યુગ તો હવે આવ્યો છે એમ તેઓ માને છે અને તેથી સર્વજ્ઞ થાય તો હવે થાય એમ તેઓ કહે છે. ભગવાન ઋષભદેવ આદિને તેઓ માનતા નથી કારણ કે ઇતિહાસ કહે તેટલું એ માને, આગમ કહે તે માનવા તૈયાર નથી. ઇતિહાસકાર પરદેશી હોય, માંસાહારી હોય, મદિરાપાની હોય અને એના લખાણ પર વિશ્વાસ. આગમોમાં લખાયેલા ત્યાગી તપસ્વીઓનાં વચનો ઉપર વિશ્વાસ નહિ. આજે નૉવેલો લખનારા ટેબલ પર બેસી સિગારેટ ફૂંકતા ફૂકતાં લખતા હોય, ટેબલ પર બાટલી પણ રાખી હોય, લલનાઓનાં મોઢાં સામે જોઈને લખતા હોય, એ વિના તેમને લખવાનો મૂડ જ ન આવતો હોય, આવા વ્યસની અને ભોગના ગુલામોનું માનવા એ વર્ગ તૈયાર પણ એમની સ્વચ્છંદતા પર કાપ મૂકવાની વાત કરનારાં આગમવાક્યોને કે ત્યાગીઓનાં વચનોને માનવા તેઓ તૈયાર નથી. સંયમીઓએ તો આ છાપાં હાથમાં જ લેવા જેવાં નથી ?
આજનાં છાપાં એટલે કેવળ ધંધાદારી. કોઈક અપવાદરૂપ પ્રામાણિક હોય તે બાદ, તેમ છતાં એની દૃષ્ટિ પણ ધંધા સામે તો ખરી જ. આવા છાપામાં આવે તેને બ્રહ્મવાક્ય માનનારા ઘણા. એવા પણ ત્યાગીઓનું વચન માનવામાં અખાડા કરે અને તેની સામે ધાંધલ મચાવે. છાપાવાળા સમજે છે કે રોજેરોજ નવા ગપગોળા વહેતા મૂકીએ તો જ આ મૂર્ખાઓ ગ્રાહક થાય તેવા છે. પ્રમાણિક પત્રના ગ્રાહક ઓછા. જેમાં નીતિની, પ્રામાણિકતાની, ધર્મની, સંસારની અસારતાની વાતો હોય તેવાં છાપાંના ગ્રાહકો શોધવા પડે. કહેવા જાઓ તો સંભળાવી દે કે અમને એમાં રસ નથી. અમારે તો ઇંગ્લેન્ડ, અમેરિકામાં શું બન્યું ? ફ્રાન્સમાં કોણ પકડાયું ? જર્મનીમાં કોણ મરાયું, ઈરાન, ઇરાકમાં શું તોફાન થયાં? રશિયામાં શી ધમાલ થઈ ? આ બધું વાંચવામાં રસ છે.
જે છાપાવાળા દિ “ઊગ્યે આવા સમાચારોથી પાનાં ભરે, ઠઠ્ઠાચિત્રો કાઢે, સ્ત્રીપુરુષોનાં કઢંગા ચિત્રો છાપે તે કલાત્મક છાપું ગણાય. કેટલાંક છાપાં ને માસિકો એવાં કે પાનું ઉઘાડતાં જ એવા ચિત્રો નજરે ચઢે કે સજ્જનોએ એ બંધ જ કરવું પડે. સંયમીઓએ તો આજનાં છાપાં હાથમાં પણ લેવા જેવાં નથી. આવા મુફલિસ છાપાંઓના વાંચનનો શોખ આજે કેટલો વધી ગયો છે ? કેટલાય લોકો આવાં છાપાંઓ આજે શોધતા ફરે છે અને એ છાપાંવાળાઓ પણ આવા લોકોની રુચિ ઓળખીને ગમે તેવાં ગપ્પાં અને ચિત્રો છાપી છાપી