________________
૫ઃ બંધનમુક્તિનો માર્ગ,નિયમ – 85
૬૫
બીજે વર્ષે પાછો ખેતી કરે છે જ. વરસાદ આવશે કે નહિ એ શંકા છતાં પણ ખેડૂત ખેતીની પ્રવૃત્તિ બંધ કરતો નથી. ‘જગતનું ભાગ્ય હશે અને મારું પેટ ભરાવાનું હશે તો પાક થશે' એવું વિચારીને એ ખેતી તો કરે જ છે. એ જ રીતે નિયમ સારો, ભાવના સારી, પાળવાની ઇચ્છા પ્રબળ છતાં તીવ્ર કર્મોદયે એ નિયમ ભાંગે તો લાચાર પણ ભાંગવાના ભયથી નિયમની પ્રવૃત્તિ બંધ કરાય નહિ.
1253
...એવા નિયમનો અર્થ શો ?
ત્રીજો વર્ગ નિયમ તો લે છે પણ ત્યાં પોલ એવી રાખે કે નિયમ ક્યાંય નડે જ નહિ. એ નિયમ એવા લે કે જીવનને એનો સ્પર્શ થાય જ નહીં. ચારે તરફની છૂટવાળા નિયમોથી ઇંદ્રિયો તથા મન કાબૂમાં આવે શી રીતે ? એ નિયમ એવા લે કે એને યાદ કરવા જ ન પડે. નિયમધર તો તે કે જે ચીજનો એ નિયમ લે તે ચીજ વિના પ્રસંગે ભૂખ્યા રહેવું પડે તો રહે પણ નિયમ બરાબર જાળવે. દુનિયામાં અન્ન પાણી સિવાય કોઈ એવી ચીજ નથી કે જેના વિના જીવન ન ટકે. અન્ન પાણી એવાં છે કે જેના વિના જીવન ટકતું નથી તેથી શાસ્ત્ર જીવનભરના એના નિયમો રાખ્યા નથી. જીવનભરના તો તે નિયમો રાખ્યા છે કે જેના વિના જીવન ટકે. અન્નપાણીના નિયમમાં રાખવા હોય તેટલા અપવાદ રાખવાનું કહ્યું.
એવાને તો ભંગવાન પણ ઉપદેશ ન આપે
આ ત્રણ વર્ગમાં કોનાં વખાણ કરવાં ? પહેલો વર્ગ તો એટીકેટમાં ફરનારો અને નિયમને બંધન માનનારો છે. નિયમને એ જીવન બરબાદ કરનાર માને છે તેથી વસ્તુત: એ નાસ્તિક છે. એવાને આ શાસ્ત્ર ગણતરીમાં લીધા જ નથી. એવા જીવો માટે આ શાસ્ત્રો રચાયાં જ નથી. જેને ધર્મ જ બેડી લાગે, નિયમ એ જીવન બરબાદ કરનારી ચીજ લાગે અને જે એમ કહે કે ‘નિયમ તો સાધુઓએ આપણને ફસાવવા માટે અને કાળી કોટડીમાં પૂરી બધાં સુખોથી ભ્રષ્ટ કરવા માટે બિછાવેલી જાળ છે,' એવાઓને આ ઉપદેશક મહાત્માઓ કાંઈ જ કહેવા માગતા નથી.
કાલસૌકરિક કસાઈને ભગવાને કાંઈ જ ન કહ્યું. શ્રેણિક મહારાજાને જણાવ્યું કે કાલસૌકરિક નિરંતર પાંચસો પાડાનો વધ કરે છે તે એક દિવસ બંધ રાખે તો તારી નરક અટકે. શ્રેણિક મહાસ્રજાએ કાલસૌકરિકને બંધ રાખે તો તારી નરક અટકે. શ્રેણિક મહારાજાએ કાલસૌકરિકને એ વધ બંધ કરવા કહ્યું, ત્યારે એણે ચોખ્ખી ના પાડી. એણે કહ્યું કે આ તો કુળપરંપરાથી ચાલ્યો આવતો