________________
૬૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
છે. સંસાર એ બંધન છે. એમાં ભટકતા આત્માને ઉગારવા માટે જે નિયમો દર્શાવ્યા તેને જ બંધન માને ત્યાં આસ્તિક્ય ટકે જ શી રીતે ? નિયમો બતાવવામાં શ્રી જિનેશ્વરદેવનો હેતુ જીવન બગાડવાનો નથી પણ સુધારવાનો છે. ...તો વિરતિનો માર્ગ બંધ થઈ જાય :
1252
‘નિયમ લઈએ ને ભાંગી જાય તો નરકે જવું પડે માટે નિયમ લેવો જ નહિ’ આવું માનનારા નિયમની વાત પૂરી સાંભળે જ નહિ. મનમાં ગોટાળા વાળ્યા કરે કે મહારાજ નિયમની વાત કર્યા કરે છે પણ ભાંગી જાય તો ? પણ શા માટે ભાંગે ? એનો જવાબ ન મળે. આવાઓ પૂજા કરવાનો સામાન્ય નિયમ પણ નહિ કરવાના. બધા આવું માનનારા ભેગા થાય તો તો વિરતિનો માર્ગ જ બંધ થઈ જાય. વિરતિ લીધા પછી અવિરતિ થઈ જાય તો ? આર્વી ચિંતા પણ ઘણાને મૂંઝવે છે.
શ્રી જિનેશ્વરદેવના આત્મા પણ સમ્યક્ત્વ પામીને મિથ્યાદ્દષ્ટિ બન્યા છે, વિરતિ પામીને અનેક વાર અવિરતિ બન્યા છે. એના જેવા શુદ્ધ આત્મા તો બીજા નથી ને ? ભાંગવાની બીકે ન જ લેવાય એમ નહિ, એ આપણો મુદ્દો છે. ભાંગવામાં હ૨કત નહિ, એમ પણ નહિ. મિલકત સાચવવા જેટલી કાળજી રાખો છો તેટલી કાળજી નિયમ સાચવવામાં રાખો પછી પણ નિયમ ભાંગે તો નિરૂપાય, એમ હું કહેવા માગું છું.
મિલકત સાચવવા તિજોરી રાખી, ઘરનાં કમાડ મજબૂત કરાવ્યાં, ફરતી દીવાલો ઊંચી કરવી, તાળાકૂંચી રાખ્યાં, પહેરેગીરો ગોઠવ્યા, છતાં ધાડ આવી અને લૂંટાયા, ત્યાં નિરૂપાય, એ જ રીતે નિયમ સાચવવાની પૂરી કાળજી રાખી છતાં કર્મના ઉદયથી નિયમ ભાંગ્યો તો એ લાચાર બિનગુનેગાર, ઇરાદાપૂર્વક નિયમ ભાંગવાની છૂટ નથી; પણ ભાંગવાના ભયે નિયમ નહીં લેવાનો સિદ્ધાંત ખોટો છે. ઉપદેશનો કોઈ ખોટો અર્થ લે ત્યાં ઉપાય નથી.
છદ્મસ્થ બધું જાણી ન શકે. નિયમ ભાંગશે કે નહિ જ ભાંગે એવું તો કેવળજ્ઞાની કહી શકે પણ દરેક કાળમાં કેવળજ્ઞાની લાવવા ક્યાંથી ? અને છદ્મસ્થ તો એવી ખાતરી આપી જ ન શકે. આજે તો શ્રી જિનેશ્વરદેવો ગયા, ગણધર૨દેવો ગયા, વિશિષ્ટ જ્ઞાનીઓ ગયા, ચૌદ પૂર્વધર ગયા, દશ પૂર્વધર ગયા, અને તેવા પ્રકારના સમર્થ જ્યોતિષીઓ પણ ગયા માટે હવે નિયમ લેવાનો માર્ગ બંધ કરવો છે એ કેમ બને ? તો તો માર્ગનો જ છેદ થાય.
બીજ સારું હોય, જમીન સારી હોય અને ખેડૂત પણ હોશિયાર હોય પા વરસાદ જ ન થાય તો પાક ન થાય. એક વર્ષે એ રીતે પાક ન થાય છતાં ખેડૂત