SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ 51 – ૫ બંધનમુક્તિનો માર્ગ,નિયમ- 85 ૬૩ નરમ છે એટલે એને ધીરે ધીરે જરા પણ ગભરાય નહીં તેમ ભણાવે છે. પણ કાઢી મૂકતા નથી. શાસ્ત્ર કહે છે કે નિયમ ન ભાંગે તો ઉત્તમ વાત છે પણ ભાંગવાની બીકથી નિયમ લેવાનું માંડી ન વળાય. નિયમ લેવામાં કાયર ન બનો પણ આગળ વધો. નિયમ પાળવાની ભાવનાએ નિયમ લઈને દૈવયોગે ભાંગે છે તે આત્માઓ પણ ભાંગવાના ભયથી નિયમ નહિ લેનારા કરતાં ઘણા જ ઊંચા છે. નંદિષેણે જ્યારે દીક્ષા માગી ત્યારે ભગવાને એક વાર તો તીવ્ર કર્મોદયની સૂચના આપી પણ ખરી, છતાં નંદિષેણે એ ભોગાવલી કર્મનો સામનો કરવાની હિંમત કરી દીક્ષા લીધી અને સ્વયં ભગવાને એને દીક્ષા આપી. ભગવાન પોતે જેમ એ જાણતા હતા કે આ આત્મા તીવ્ર કર્મોદયે નક્કી પડવાનો છે, તેમ એ પણ જાણતા હતા કે ધર્મ પાળીને પામી ગયેલો એ આત્મા પડવા છતાં ઘણા આત્માઓને પમાડીને પાછો આવશે. વર્ષો સુધી કર્મ સામે યુદ્ધ કરનાર અને ઉત્કટ સંયમ પાળનારનો એ પુરુષાર્થ નકામો નહિ જાય. તો હૈયું ધર્મ તરફ ઢળેઃ જીવનમાં આચરેલો બધો ધર્મ મરણની પીડા વખતે સમાધિ માટે છે. મરણની પીડા ભયંકર છે. એ પીડા વખતે શાંતિ રાખવી બહુ કઠિન છે. નામની પીડા વખતે પણ શાંતિ નથી રહેતી તો મરણની પીડામાં શાંતિ કઈ રીતે રહેશે ? આજે તો ધર્મ લગભગ બહારના દેખાવમાં રહ્યો છે પણ હૈયામાં નથી. સારા ધર્મીને પણ પૂર્વે અશુભ આયુષ્યનો બંધ થયો હોય તો મારતી વખતે સમાધિ ન રહે એ બને પણ. પૂર્વે આયુષ્યનો બંધ ન થયો હોય તો ધર્મીને જીવનના અંત સમયે શાંતિ ન રહે તો પણ કરેલો ધર્મ ભવાંતરમાં તો નિયમા શાંતિ આપે છે. આ બધો વિચાર ભવાંતર માટે છે. બાલ્યવયમાં અર્થાત્ અજ્ઞાન દશામાં કદી તેવા પ્રકારનું અશુભ આયુષ્ય બંધાઈ ગયું હોય તો જીવનની છેલ્લી ઘડીએ ધર્મ કદાચ સમાધિ ન પણ આપે પરન્તુ એ જ ધર્મ ભવાંતરમાં રક્ષણ કરી નિયમો મુક્તિ પમાડનાર છે એવી ખાતરી થઈ જાય તો ધર્મ તરફ હૈયું જરૂર ઢળે. સંસારને નહિ પણ નિયમને બંધન માને તે નાસ્તિક છેઃ છે જેઓ નિયમની જરૂર માનતા જ નથી તેમની વાત હમણાં બાજુ પર રાખો. એ તો આપોઆપ નાસ્તિકની કોટિમાં આવી જાય છે. સંસારને બંધન માનવાને બદલે જેઓ નિયમને જ બંધન માને તેમને આસ્તિક કહેવાય કઈ રીતે ? પ્રસંગે નાસ્તિક-આસ્તિકનો ભેદ ખુલ્લો કરવો જ પડે. ધર્મના નિયમો બંધનરૂપ છે એવું માનનારા અને બોલનારા નાસ્તિક છે અને એવો ઉપદેશ આપનારા મહાનાસ્તિક
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy