SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ધંધો હોઈ એ તો મારો ધર્મ છે. આ પાંચસો પાડાના વધથી તો અનેક જીવો સુખપૂર્વક પોતાનું જીવન ગાળે છે. એમ જણાવીને એ કસાઈએ એ પ્રાણીવધનું ઊલટું ધર્મરૂપે પ્રતિપાદન કર્યું છે. એવા માટે ધર્મોપદેશ નથી એમ શ્રી જિનેશ્વ૨દેવને પણ કહેવું પડ્યું. એમના જીવનમાં કાંઈ ઠેકાણું ન હોય છતાં એ એવો દાવો કરે કે - અમે તો સાધુઓને પણ સમજાવી શકીએ એમ છીએ. 1254 શાસ્ત્ર કહે છે કે - સર્વવિરતિધર બનવું હોય તો પાંચ મહાવ્રત પાળવાં પડશે, સંસારને અસાર જ માનવો પડશે, સંસા૨પોષક દેશના નહિ જ દેવાય. દેશિવરતિધ૨ બનનારે જીવન નિયમિત બનાવવું જ પડશે. અને સમ્યગ્દષ્ટિ બનનારે જ્યાં ત્યાં માથું નહિ ઝુકાવાય, જ્યાં ત્યાં હાથેહાથ નહિ મિલાવાય. શ્રી જિનેશ્વરદેવના શાસનનું બંધારણ સુંદર અને સુદૃઢ બનાવવા માટે તો આ નિયમો છે. એને બંધનરૂપ મનાવવાનો પ્રયત્ન એ શાસનનાશનો પ્રયત્ન છે. એવો પ્રયત્ન કરનારા જેવા નાસ્તિક કોઈ નથી. ...તો સોએ નવ્વાણું સાધુ પતિત થાયઃ કહે છે કે – જીવનમાં સંકુચિતતા આવે એવા નિયમો શા માટે ? હું કહું છું કે સૂર્યાસ્ત પછી મને કોઈ કહે તો પણ હું બહાર ન આવું. જ્ઞાની કહે છે કે સૂર્યાસ્ત પછી જો સાધુને બહાર નીકળવાની છૂટ હોય તો સોમાં નવ્વાણું સાધુ પતિત થાય. કોઈ ન જુએ એટલે એ ગમે ત્યાં પેસે. સૂર્યાસ્ત પછી મકાનની બહાર પગ જ ન મૂકવો એ નિયમ પળાય પછી વાંધો આવે જ નહિ. જૈન મુનિને રાત્રે બહાર બજારમાં જૈનનું નાનું બાળક પણ જુએ તો નવાઈ પામે અને પૂછે કે મહારાજ ! અત્યારે તમે ક્યાંથી ? જૈન મુનિ રાત્રે સભામાં જોવામાં આવે તો પૂછી શકાય કે આપ અત્યારે અહીં કેમ ? એવું ન પૂછે અને એમાં શું થઈ ગયું ? એમ બોલે તેને નાસ્તિક સમજવા. એવાને આસ્તિક માનવા એ પાપ છે. એવા અવસરે જે બોલે તે ફરજ બજાવે છે. જે ન બોલે તે ફરજ ચૂકે છે. સભા પરંતુ આજે તો સાધુ રાત્રે સભામાં આવે છે રેલવિહાર કરે છે, મોટરમાં ફરે છે અને એને પાછો ગુણ મનાવે છે. · અવગુણને ગુણ માનનારાઓ તો માર્ગ ભૂલેલા છે. એવાની વાત છોડો : બાકી એવા સાધુને જો પૂછનારા નીકળે તો એ પણ ફરીથી રાત્રે બહાર નીકળતાં વિચાર કરે. ભરસભામાં પૂછો કે-‘આ શું ? સાધુ થઈને રાત્રે સભામાં !' આટલું બોલવામાં કાંઈ વાંધો આવે ? એમ ન માનો સભામાં આવેલા બધા વિરોધી જ હોય. આવું બોલનાર નીકળે એટલે ઘણા એમાં સુર પૂરાવનારા નીકળે. એ કહે કે-‘હા ભાઈ ! આ તો બરાબર નહીં.’ એટલે બાકીના પણ ગમે તે વિચારના
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy