________________
1759 – ૩૭: જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા - 117 – ૫૭૧ એકવાર જો શેઠનું અપમાન કરે તો એ શેઠ તેની સેવાને કેવી ગણે ? આ મહર્ષિ આગળ ફરમાવે છે કે જે આત્મા શ્રી તીર્થંકરદેવની આજ્ઞા માનતો હોય, શ્રુતજ્ઞાન પ્રત્યે ભક્તિ ધરાવતો હોય તેણે આજ્ઞાભ્રષ્ટને શિખામણ દેવી જોઈએ. એથી પણ આગળ વધીને એ મહાત્મા ફરમાવે છે કે “જો એ ન માને અને એ ટોળું વધતું જાય તો ગર્ભપ્રવેશ કરવો સારો, કદી નરકમાં જવું પડે તો સારું પણ એવા પાપી સંઘોના ટોળામાં રહેવું ભયંકર છે.” સમ્યગુદૃષ્ટિ આત્માને ગર્ભાવાસની કે નરકાવાસની પીડા એટલી ભયંકર ન લાગે જેટલી પીડા આવા પાપી ટોળામાં રહેવાની લાગે. ગર્ભમાં અને નરકમાં તો સમ્યગુદૃષ્ટિ આત્મા નિર્જરા સાધે અને અહીં તો કર્મ બંધાય. નિકટના સાથી કોણ ગણાય ?
શાસન રોમરોમ પરિણમ્યું હોય ત્યારે આવા શબ્દો નીકળે. આપણને તો આજે આવા શબ્દો બહુ કડવા લાગે છે. પૈસા માટે સગા બાપ-દીકરાના સંબંધ જિદગીભરનાં નથી તૂટતા ? સ્વાર્થ માટે ભલભલાના સંબંધ ક્ષણવારમાં તૂટી ગયાનાં ઢગલાબંધ દૃષ્ટાંતો મળશે. પૈસા માટે ગામ, નેગર, દેશ, ઘરબાર, સંબંધી, સગાવહાલાં છોડ્યાં અને પરદેશ જઈને વસ્યા. પૈસા માટે શું શું ન તર્યું અને ધર્મ માટે શું તર્યું? જીવનમાં એ વિષે કાંઈ નોંધ રાખી છે ? શાસન પ્રત્યે પૂરા પ્રેમની વાતો કરો છો. પણ કોઈ પ્રમાણપત્ર એનું રાખ્યું છે ? મંડપ બંધાયા હોય અને મિષ્ટાન્ન ઊડતાં હોય ત્યારે સો ભેગા થાય પણ આટો ખૂટે ત્યારે ખબર લેવા આવે, લેણદાર કડી પહેરાવી ઘસડી જતો હોય ત્યારે છોડાવવા આવે એ જ નિકટનો સાથી ગણાય. શાસનની “જય' બોલાય ત્યારે તો ટોળાં ઊભરાય પણ ધમાલ બોલે ત્યારે કેટલા ઊભા રહે ? ભાવાચાર્ય તીર્થંકર તુલ્ય છેઃ
સંઘમાં મુખ્ય સાધુ અને તેમાંયે મુખ્ય આચાર્ય છે. પ્રવચનરત્નના નિધાનભૂત સૂરિવરો એ સંઘમાં નાયક છે. સંઘના આધાર એ છે. એમના આધારે જ વર્તમાનકાળમાં ધર્મ ચાલે છે. શ્રી જિનેશ્વરદેવ તો ગયા, ભગવાન મહાવીરદેવને ગયાને તો આજે પચ્ચીસો વર્ષ થયાં. પણ ત્યારબાદ આજ પર્યત શાસનને સાચવનાર તો આચાર્યો છે. એ આચાર્યો કયા ? આચાર્યને તીર્થંકર સમા કહ્યા છે. પણ તે કયા ? શ્રી જિનમતને યથારૂપે પ્રકાશે તે. એ ભાવાચાર્ય તીર્થકર તુલ્ય છે. આ મહાત્મા એટલું કહ્યા પછી ફરમાવે છે કે જેઓ શ્રી જિનમતને લંઘે તેઓ સત્પરુષ નહિ પણ કાપુરુષ છે. કા એટલે કાયર-હીન પુરુષ છે. સૂરિએ જગતમાં પ્રકાશન કરવા યોગ્ય કાંઈ હોય તો તે શ્રી જિનમત