________________
1441
૧૬ : ઉધમ તો એકમાત્ર મોક્ષ માટે જ 96
૨૫૩
ધર્મક્રિયા શા માટે ?
ધર્મક્રિયા સંસાર રાખવા માટે કે છોડવા માટે ? સંસાર છોડવા માટે જ નાનામાં નાની પણ ધર્મક્રિયા થાય. મૂળમાં હશે તો ડાળેપાંખડે પણ આવશે. લીંબડે તો લીંબોળી જ મળે; કેરી ન મળે. કોઈ પણ ધર્મક્રિયામાં ભાવના એક જ કે-‘આ બધા સંસારના ફંદાથી ક્યારે છૂટું ! સંસાર રાખવાની કે સંસારમાં રહેવા માટેની એક પણ ધર્મક્રિયા અહીં નથી. ભગવાનનાં દર્શન કરવાની કે હાથ જોડવાની ક્રિયામાં પણ હેતુ તો મુક્તિનો જ. ભગવાનની ચરણસેવા માગો છો તે શા માટે ? એ ચરણ ચારિત્રમય છે માટે ને ? એ પણ જો ભોગમાં પડેલાં હોત તો ન માગત-જેને માટે જે માગીએ તે કેમ ભુલાય ? વેપારી ચોવીસે કલાક મહેનત તમામ પ્રકારની કરે પણ પૈસાને ભૂલે નહિ. લોઢું ઉપાડે કે સોનું ઉપાડે, પેઢીએ બેસે કે તડકામાં દોડાદોડ કરે પણ ધ્યેય એક જ, પૈસા મેળવવાનું. ઘાંચી, મોચી, તેલી, તંબોળી, ચોકસી કૈં ઝવેરી બધાની મહેનત પૈસા માટે જ. પેઢી નાની કે મોટી પણ શા માટે ? પૈસા માટે. દુનિયાનું ધ્યેય અર્થકામનું ગોઠવાઈ જ ગયેલું છે.’
સભા ‘અનાદિકાળના એ સંસ્કાર છે.’
એ સંસ્કારને પલટાવવા એ જ જૈનશાસનની પ્રાપ્તિ. એ અનાદિની ટેવનું તો આજે આ બધું તોફાન છે. દીક્ષા અને શાસ્ત્ર કેમ ગમતાં નથી ? કહે છે કે‘મહારાજ બધે ત્યાગ જ લાવે છે. આચારાંગ મૂકી સંઘ પ્રકારણ કાઢ્યું તો ત્યાંય ત્યાગ !' પણ જે હોય તે લવાય. બૈરાં છોકરાં એ સંઘ છે ? જો એ જ સંઘ હોય તો તો આ બધી કાંઈ પંચાત જ ન હોત-પંડ, પ્રમદા ને પુત્ર એ જ સંઘ એવો ઠરાવ કરી લો તો ચાલે ? આ વૃત્તિ નહિ પલટાય ત્યાં સુધી નાની ક્રિયા પણ ફળ નહિ આપે. આ શાસનમાં નાનામાં નાની કે ગાંડીઘેલી ક્રિયા પણ મુક્તિ માટે છે. દુનિયાનાં ધ્યેય ન્યારાં છેઃ
આજની હાલત જુદી છે. જે લક્ષ્મીને સારી માની તે જ હૈયાને બાળનારી થઈ પડે છે; એ શાથી ? પૈસા માટે બાપે દીકરાને માર્યા છે અને દીકરે બાપને માર્યા છે., પતિએ પત્નીને મારી છે અને પત્નીએ પતિને માર્યો છે. આવાં દૃષ્ટાંત અનેક છે. સગા ભાઈને પણ આપત્તિમાં મદદ કરનાર ભાઈ કેટલા ? ઘસીને ના પાડી દે. પૈસા માટે, મા, બાપ, સ્ત્રી, પુત્ર બધાંનો અરે, દેશનો પણ ત્યાગ કરાય છે ને ? અર્થકામના રસિયા ત્યાગી નથી ? ત્યાગ તો એને મન ૨મત છે. એના જેવો ત્યાગી તો દુનિયામાં કોઈ નથી. દુનિયાનાં ધ્યેય ન્યારાં છે. બાપાજી ખરા પણ મિલકત આપે તો, દીકરો ખરો પણ કમાઈને લાવે તો,