SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ 1433 - ૧૫ : શાસ્ત્રવચનની શ્રદ્ધ- 95 ૨૪૫ - તો બળથી નહિ પણ કળથી કામ લેવું ઘટે: આપણો મુદ્દો એ છે કે જ્યાં બેઠા છો તે સ્થાન ભયંકર ન લાગે ત્યાં સુધી સાચા સંતોષનું સ્વપ્ન પણ ન આવે. સંસાર ભયંકર ન લાગે ત્યાં સુધી સંતોષ આવે ? ઘરબાર કુટુંબ પરિવાર બંધન ન લાગે ત્યાં સુધી સંતોષ આવે ? બંગલા કેદખાનાં ન લાગે ત્યાં સુધી સંતોષ આવે ? ચોથા ગુણસ્થાનકવાળા આત્મા અંતરાયના ઉદયે સંસારમાં રહે ભલે પણ એનો આત્મા અંદરથી ઉદ્વિગ્ન હોય. પથ્થર તળે હાથ દબાયો છે તે બળથી ન નીકળે પણ કળથી કાઢવો પડે. બળ કરવા જાય તો હાથ છૂટો પડી જાય. વ્યવહારમાં કોઈ પાસે પાંચ હજાર લેણા પડી ગયા. હવે એ માણસ ભલે સામું જોવા લાયક ન હોય તોયે સલામ કરવી પડે. બાળકના હાથનો અલંકાર નીકળે તેમ ન હોય તો તેલ ચોપડી ધીરે ધીરે કળથી કઢાય. એકદમ ખેંચવા જાય તો હાથ છોલાઈ જાય ને લોહી નીકળે. એ જ રીતે આત્મા કર્મથી બંધાયેલો છે તો હવે કળથી કામ કાઢી લેવું ઘટે. પણ એ ક્યારે બને ? સંસાર ભયંકર માને અને મોક્ષની ઇચ્છા જાગે તો ને ? સંતોષરૂપી નંદનવનનો આનંદ સાધુઓ જ મેળવી શકે છે કારણ કે એ યોગ્યતા અને તાકાત તેમનામાં જ છે. એ વિષયમાં શાસ્ત્રકાર પરમર્ષિ વિશેષ જે કાંઈ ફરમાવે છે તે હવે પછી..
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy