SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ 1501 - ૨૦ : બુદ્ધિવાદ અને આશા પાલન – 100 - ૩૧૩ બીજી-ત્રીજી પંચાતમાં પડે એ તો પતિત છે. ધર્મ, ધર્મનું સ્વરૂપ, ધર્મનું ફળ, ધર્મના હેતુ, ધર્મનાં સાંધન વગેરે કહે તે જ ધર્મગુરુ. ધર્મની વાત મૂકી પતિત થનાર પાસે સાચા શ્રાવકો રાજીનામું માંગી શકે છે. જે પોતાની ફરજ ન બજાવે તેની પાસે રાજીનામું માંગવામાં હરકત શી ? સભાઃ “તમને રાજીનામું માંગવાનો શો અધિકાર ?” એમ કહે છે.” આગમ એ જ. અધિકાર. વળી જો એમ અધિકાર માંગે તો પછી વંદન કરાવવાનો એને પણ શો અધિકાર ? સભાઃ “એ તો કહી દે કે “વંદન ન કરતા.” તો એ જ જોઈએ છે ને ? એમ કહી દે પછી “તમે અમુક સાધુને કેમ વાંચતા નથી ?' એવું કોઈથી નહિ કહેવાય. કોઈ કહે તો તમે કહી શકો કે “એ પોતે જ ના પાડે છે.” આ ભેદ પાડ્યા વિના કલ્યાણ નથી. દીક્ષા એ બચ્ચાનો ખેલ નથી ? પ્રભુશાસન પામ્યા પછી દીનતા ન હોય અને હોય તો એ પૂર્વના પાપોદયના કારણે સમજવી. કૃષ્ણ અને બળભદ્ર બળદેવ અને વાસુદેવ હતા. પણ એમની અંતિમ હાલત યાદ છે ને ? બેય બળવાન હતા, પુણ્યવાન હતા પણ પૂર્વનો પાપોદય આવ્યો ત્યારે આખી દ્વારિકા ભડકે બળતી એમણે નજરે જોઈ, આમ છતાં તેઓ કાંઈ ન કરી શક્યા. બીજી વાત એ કે બળતી દ્વારિકામાંથી પણ બચવા માટે દીક્ષા લેનાર કેટલા નીકળ્યા ? દીક્ષા એ બચ્ચાંના ખેલ નથી કે જે તે એને લઈ લે, પુણ્યવાન હોય તે જ લે. દેવોએ ઉદ્ઘોષણા કરી છે કે જે સંયમનો ઉમેદવાર હશે તે જ આમાંથી બચી શકશે, એને જ ઉપાડીને ભગવાન પાસે પહોંચાડવામાં આવશે. બીજો કોઈ બચી નહિ શકે. ભાગશે તેને સેંકડો ગાઉથી પણ લાવીને હોમવામાં આવશે. દ્વારિકાનું એક બચ્ચે પણ આ દીક્ષાના ઉમેદવાર સિવાયનું બચી શકશે નહિ. છતાં નામની જ સંખ્યા દીક્ષા લેવા માટે નીકળી. ભડકે બળતી જ્વાળાઓમાં બધાને બળીને ભસ્મ થતા જોવા છતાં દીક્ષા લેવા કેમ ન નીકળ્યા ? કારણ કે, એ વાત કઠિન છે. સૌને એ લેવાનું મન ન થાય. દુઃખી હોય, દરિદ્રી હોય, ઘરમાં કે બજારમાં કિંમત વિનાનો હોય, જેના તેના ટૂંકારા સાંભળતો હોય, એને પણ દીક્ષાનું મન થતું નથી. ત્રણ ખંડના માલિકોની પણ કઈ દશા ? બળતી દ્વારિકાને કૃષ્ણ અને બળભદ્ર આંસુનીતરતી આંખે જોઈ રહ્યા છે. મા-બાપને બચાવવા પ્રયત્ન કરે છે, ત્યાં દેવતા સાફ કહે છે કે એ પ્રયત્ન રહેવા
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy