________________
- ' 108
૧૨૦
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ રાજ્ય પણ પડાવી લે. માટે એની હયાતી મારા માટે ભયરૂપ છે. ખટપટિયા દ્વેષી જનોએ રાજાના કાન બરાબર ભંભેર્યા હતા. કાચા કાનનો ભોળો રાજા એ ખટપટિયાઓની વાતમાં બરાબર આવી ગયો હતો. કોઈ ઉપાય હાથ ન આવ્યો એટલે બનાવટી કારણ ઊભું કરી મંત્રીશ્વરને દેશનિકાલનો હુકમ કર્યો. આવો અન્યાયભર્યો રાજાનો હુકમ સાંભળી નગરના સજ્જનો ખિન્ન બની ગયા. મંત્રીશ્વરને ઘેર જઈને સૌએ મંત્રીશ્વરની સાથે જ નગર છોડી ચાલી નીકળવાની તૈયારી બતાવી. પરંતુ શાણા મંત્રીશ્વરે તેમને એવું ન કરવા સમજાવતાં કહ્યું કેવહાલા નગરજનો ! તમારી મારા પ્રત્યેની ભક્તિ અને પ્રેમથી મને અત્યંત આનંદ થાય છે. પરંતુ હાલ તમારે મારી સાથે નગરનો ત્યાગ કરવાની જરૂર નથી. હાલ તો તમે સુખેથી માલિકના રાજ્યમાં રહો અને પૂરી વફાદારી જાળવો. ભોળા રાજા પ્રપંચીઓની જાળમાં ફસાયા છે, બાકી એમનો કોઈ દોષ નથી. એ પોતે તદ્દન નિર્દોષ છે. આપણે એનું લૂણ ખાધું છે એ લૂણ હરામ ન કરાય. આવા માલિક સામે બળવો કરવાનું કોઈ કારણ નથી. ગમે તેવો તોયે એ આપણો માલિક છે. તમે જોશો કે થોડા જ વખતમાં હું પૂરા માનપાન સાથે આ રાજ્યમાં પાછો ફરીશ. માટે તમે આ રાજ્યમાં અત્યાર સુધી જે રીતે શાંતિથી રહ્યા છો તે જ રીતે રહો અને આપણા માલિકનું ભલું ચાહો.” આ વિમલશાહ ત્યાંથી ચાલી નીકળ્યા. પોતે બહાદુર હતા. માર્ગમાં નવી સેના ઊભી કરી. બીજું કોઈ રાજ્ય જીતી. એ રાજ્યમાં પોતાના માલિક રાજા ભીમદેવની આણ પ્રવર્તાવી. રાજા ભીમદેવે આ સમાચાર સાંભળ્યા ત્યારે એને થયું કે જેને મેં મોતના મુખમાં ધકેલવા પ્રયત્નો કર્યા એ તો પોતાના બાહુબળથી રાજ્ય મેળવે છે છતાં ત્યાં મારા નામની આણ પ્રવર્તાવે છે, તો એ માણસ બિનવફાદાર કેમ હોઈ શકે ? ખરેખર કેટલાક દુષ્ટ લોકોએ જ એની વિરુદ્ધ ખોટી ખોટી વાતો કરી મને ગેરમાર્ગે દોરવ્યો છે. રાજાએ તરત જ મંત્રીશ્વરને પાછા બોલાવી મોટા સત્કારપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો.
વિમલશાહ જૈન હતા. એમનામાં જૈનત્વ હતું માટે આ પરિણામ આવ્યું. તમારામાં બળ હોય ને દુશ્મન નબળો હોય તો તેને મસળી નાખવાની ભાવના થાય કે શાંતિથી જીવવા દેવાની ? વગર બળે જ્યાં દાંત પીસાતા હોય ત્યાં બળ હોય તો શું ન થાય ? દાંત પીસવાની કુટેવ કાઢી નાખો. વિમલશાહમાં બળ હતું તેમ કળ પણ ઘણી હતી. એ ધારત તો રાજાને મુશ્કેલીમાં મૂકી પરાસ્ત કરી શકત પણ સાચા બળવાનો કદી દુરુપયોગ કરતા નથી; અને ખોટી ધાંધલ મચાવનારા કમનસીબોને તેવું બળ મળતું નથી. દાંત પીસવાની કુટેવ જાય