________________
1352
૧૭૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કર્મબંધ કરાવવાની ઇચ્છા સંતોષની ઘાતક છે. શ્રી સંઘરૂપ મેરૂશૈલના સંતોષરૂપી નંદનવનનો આનંદ જેઓ ઇચ્છતા હોય તેમણે પૌગલિક ઇચ્છાઓને જીતવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. પણ એ ક્યારે બને ? ચિત્ત નિયમ સાથે જોડાય ત્યારે. જો ચિત્ત નિયમ સાથે જોડાય નહિ, નિયમને સ્વીકારે નહિ
ત્યાં સુધી આ સંતોષની ઝાંખી પણ થાય નહિ. જે ચીજનો ત્યાગ કર્યો તેના વિચારો પછી બંધ થવાના. શરૂઆતમાં કદી આવે પણ ધીરે ધીરે એ બંધ થઈ જાય. એ રીતે એ અશુભ અધ્યવસાય ગયા પછી શુભ અધ્યવસાય આવવાના. અજ્ઞાનીએ ગોખવાની મહેનત શરૂ કરી એટલે અજ્ઞાન નાસવા માંડે જ. જેટલી મહેનત, તેટલા પ્રમાણમાં એ ભાગવા માંડે; અને જેટલું એ ભાગે તેટલું જ્ઞાન આવે. અશુભ અધ્યવસાયને કાઢવાની પેરવી કર્યા વિના શુભ અધ્યવસાયની રાહ જુઓ તો તે ક્યાંથી આવે ? મંદિરમાં પેસતાં સાચી નિસ્સિહી બોલો ,
સાચી નિસિપી બોલો તો દેરાસરમાં કાંઈક ચિત્ત ટકે પણ મોઢેથી ખાલી રૂઢિ મુજબ બોલો તો શું થાય ? સાચી નિસ્નેિહી બોલવી નહિ અને મંદિરમાં શાંતિ જોઈએ તે આવે ક્યાંથી ? બહારના અશુભ અધ્યવસાયોને કાઢવા માટે તો નિરિસહીનું વિધાન છે. અશુભ અધ્યવસાય જાય એટલે વીતરાંગની મૂર્તિ પ્રત્યે સભાવ જાગે. મોટો માણસ ઓળખાઈ જાય પછી એના તરફના વિનયને શીખવવો નથી પડતો, એ આપોઆપ આવી જાય છે. બહારના મહેમાન આવ્યા હોય ત્યારે તોફાન ન થાય, એવું નાનાં બચ્ચાં પણ સમજે છે. એ કોણે શીખવ્યું ? સંસ્કાર છે માટે વગર કહ્યું એ ગુણ આવે. મંદિરમાં પેસતાં નિસિપી એ સંસ્કાર છે. એ આવે તો મંદિરમાં જોઈતાં શુભ પરિણામ એની પાછળ ખેંચાઈને આવે. મનની ગતિ પાણીના વહેણ જેવી છે ?
અશુભ અધ્યવસાયને રોકવા માટે નિયમ છે. અશુભ અધ્યવસાય રોકાયા પછી મન શુભ અધ્યવસાયમાં જોડાવાનું. મન કાંઈ બેસી તો રહેવાનું નથી જ. ઊંધે કે સીધે માર્ગે એને ગતિ તો જોઈએ જ છે. પાણી વહેવા માંડ્યું એટલે ક્યાંક તો જવાનું જ. પછી તમે એને ખાળ તરફ વાળો તો ગંદું બને અને ઉત્તમ સ્થાને વાળો તો પવિત્ર બને. એને જ્યાં રસ્તો કરી આપો ત્યાં એ વળે. મનની ગતિ પણ પાણીના વહેણ જેવી છે. મનને અશુભથી રોક્યું એટલે ક્યાં તો એ શુભમાં જશે, ક્યાં તો મધ્યવર્તી રહેશે પણ હાનિકારક તો નહિ જ બને : જેને અશુભ અધ્યવસાયો ટાળવા હોય તેને નિયમનો ભય હોય ? ન જ હોય. જેને એ ન ટાળવા હોય તેને નિયમો વિકરાળ લાગે.