SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ 1657 - ૩૦ : જેનશાસનની કથાઓ... વૈરાગ્યરસ અને વર્તમાન સમય - 110 - ૪૯ દરેક દેવલોકમાં આવા પ્રકારની ગોઠવણ હોય છે. આવા પરમાત્મા મહાવીરદેવને માનનારા જૈનો છે. લૌકિક મહાવીરને માનનારા જૈનો નથી. આજના લેખકો કેવા છે ? એક લેખકે ચંદનબાળા પાસે સ્ત્રી-સ્વાતંત્ર્ય માટે ભાષણ કરનારા ભગવાન મહાવીરને ચીતર્યા છે. હું કહું છું કે એ મહાવીર બીજા, અમારા નહિ. એ લેખકે જે લખ્યું છે તે વાત પહેલાં એક વખત કહી ગયો છું. ફરી ટૂંકમાં કહું છું : ભગવાનનો અભિગ્રહ પૂરો થયો તે વખતની વાત છે. ચંદનબાળાને આંખમાં આંસુ આવ્યાં ત્યારે અભિગ્રહ પૂરો થવાથી ભગવાન પાછા ફર્યા. ત્યાં આ લેખક લખે છે કે, “ભગવાને ચંદનબાળાની માફી માંગી અને ત્યાં તે વખતે સ્ત્રી-સ્વાતંત્ર્યનું મોટું ભાષણ કર્યું. ચંદનબાળાનું દુઃખ જાણવા ભગવાને ત્યાં ઇંતેજારી બતાવી.' માસિકોમાં આ વાત આવી ગઈ છે. એનો લખનાર મને મળ્યો ત્યારે એની સાથે કેટલાક સવાલ-જવાબ પણ થયા જેનો સાર કાંઈક નીચે મુજબ છે. પ્રશ્ન: ‘આ વાત તમે લાવ્યા ક્યાંથી ?' લેખક : રાજકીય દૃષ્ટિએ ઉપયોગી થાય માટે ગોઠવી કાઢી. પ્રશ્ન: “પણ એવું થાય શી રીતે ? લેખક: તમારી અને અમારી દષ્ટિ જુદી છે. તમારી દૃષ્ટિએ નહિ થતું હોય, પણ અમારી દૃષ્ટિએ તો એવું બધું થાય. તમને એ નહિ સમજાય. (લખનાર મોજથી હસતો જાય અને આવા જવાબ આપતો જાય.) * પ્રશ્નઃ “આ કોઈ શાસ્ત્રમાંથી લીધું કે ઘરનું ચલાવ્યું ? લેખક : મહાવીર અને ચંદનબાળા એ બે શાસ્ત્રમાંથી લીધાં અને બાકીની વાત ઘરની ગોઠવી દીધી. પ્રશ્નઃ “ઘરનું ગોઠવવું હતું તો પાત્રનાં નામ બદલવાં હતાં ને ?' લેખક : નામ બદલાય તો પછી તેની આટલી અસર ન થાય. પ્રશ્ન: ‘તો સ્પષ્ટ લખો કે પાત્રો શાસ્ત્રમાંથી લીધાં છે અને બીજી વાતો બધી ઘરની લખી છે જેથી લોક છેતરાય તો નહિ ?' લેખકઃ તો તો લોક સમજી જાય કે આ તો ઇતિહાસનું ખૂન કર્યું છે ! પ્રશ્ન : “એટલે ઇતિહાસનું ખૂન કરવું ખરું પણ લોકમાં જણાવા ન દેવું, આમાં પ્રામાણિકતા ક્યાં રહી ?'
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy