________________
૧૦ : નિયમ લેતાં પહેલાં અને પછી - 90
ત્યારે એ વધારે ઝળકે છે. એ વધારે ઝળકે ત્યારે એની જવાની તૈયારી જ સમજવી. તેલ ને પૂરવાની કાળજી રાખો અને વાટ ઊંચી કર્યે જાઓ એટલે વધારે ને વધારે સળગીને અંતે બુઝાઈ જાય. પરિસ્થિતિ એવી છે કે ન પૂછો વાત. એકની એક વસ્તુ એકને માટે ઝેર, એકને માટે અમૃત ઃ
ધર્મ એ આજે અર્થકામના સાધનરૂપે સમજાયો છે. જે લોકોત્તર મિથ્યાત્વ સમ્યગ્દષ્ટિને મારે તે મિથ્યાગ્દષ્ટિને ઉગારે પણ ખરું; પણ તે ક્યારે ? જો એ ધર્મ અર્થકામની સાધનામાં અટવાય નહિ તો. આજે ધર્મના સિદ્ધાંતો અર્થકામની આડમાં અટવાયા છે. ઓઘદૃષ્ટિએ સારો માનીને સેવાયેલો ધર્મ મિથ્યાદષ્ટિને પણ લાભ આપે. લોકોત્તર મિથ્યાત્વ સમ્યગ્દષ્ટિ માટે ઝેર છે અને મિથ્યાદષ્ટિ માટે અમૃત બને છે. કારણ કે સમ્યગ્દષ્ટિ સમજે છે અને મિથ્યાદષ્ટિ સમજતો નથી. વગર સમજ્યે પણ અહિંસાદિ સિદ્ધાંતોને ઓઘદ્રષ્ટિએ સેવે તોયે લાભદાયી થાય પણ મુદ્દો એ છે કે અર્થકામની આડમાં એ અટવાવા ન જોઈએ. સર્પમાં વાડ સોંસરા પાર નીકળી જવાની શક્તિ છે પણ જો એ કાંટામાં ભરાય નહિ તો. ગમે તેવો દોડનાર પણ જો સીધોં દોડે તો સર્પ એને પકડી પાડે પણ હોશિયાર દોડનારો કુંડાળે દોડી સર્પને એવો ચક્કર ચક્કર ફેરવે કે અંતે સર્પ થાકે.
1335
૧૪૭
સભા : ‘વિષ તો બધાને મારે ને ?’
એ વાત ખરી, પણ જેણે એની ટેવ પાડી હોય તેને વિષ પણ ચઢતું નથી. મિથ્યાદૃષ્ટિને વિશ્વ તો છે જ, ત્યાં જેટલી સારી ક્રિયા તે મિથ્યાત્વ, છતાં એટલો પણ લાભ જ આપવાની છે. પણ સાધનામાં ગૂંચવાડો ન જોઈએ. મુક્તિ માટે ધર્મ છે તે અર્થકામ માટે ન સેવાવો જોઈએ. મન ગમે ત્યાં જાય પણ કાયનો કાબૂ ન ખોવાય. વચન અને કાયા ભળ્યા વિનાનું એકલું મન તેટલું કામ કરી શકતું નથી. તંદુલિયા મસ્ત્યાદિનાં દૃષ્ટાંત ક્વચિત્; સર્વત્ર એ સ્થિતિ નહિ. ખૂનની ઇચ્છા કરે, તલવાર ખેંચે પણ માથું કાપે નહિ ત્યાં સુધી એને સજા ન થાય. શાસ્ત્રમાં પણ અતિમ, વ્યતિક્ર્મ, અતિચાર થાય ત્યાં સુધી નિયમભંગ નહિ પણ અનાચાર થાય ત્યારે નિયમભંગ ગણાય.
અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર :
ઇચ્છા થવી એ અતિક્ર્મ, ઇચ્છાપૂર્તિ કરવા પ્રવૃત્તિ શરૂ કરવી તે વ્યતિક્ર્મ, વસ્તુનો યોગ સાધવો તે અતિચાર અને કાર્યનો અમલ કરવો તે અનાચાર યાને ભંગ. જેમ પ્રત્યક્ષ સત્તા પણ ખૂનની ઇચ્છા અને તે અંગેની