________________
૧૪૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1336 પ્રવૃત્તિ છતાં અમલ થાય નહિ ત્યાં સુધી સજા કરતી નથી; તે રીતે અહીં પણ અનાચાર ન થાય ત્યાં સુધી ભંગ નહિ. તંદુલિયા મત્સ્યની વાત જુદી છે કે જે એકલા મનના યોગે સાતમી નરકે જાય છે. મનુષ્યમાં પણ એવા ન જ હોય એમ નહિ. કેટલાકના નામથી જ ત્રાસ વર્તતો હોય, એમના ઘર પર પોલીસની ચાંપતી નજર રહેતી જ હોય. જામીન આપીને જ જે રહી શકતા હોય, ગામ બહાર ક્યાંય જવું હોય તો પણ જેમને પરવાનગી જોઈએ, એવા પણ હોય છે. છતાં સજા તો ગુનો કરે ત્યારે જ થાય તેમ અહીં પણ વ્યવહાર તે જ રીતે ચાલે છે. ગૃહસ્થને તો અનુમોદના પણ ખુલ્લી પણ સાધુને તો તે પણ બંધ છે. મન, વચન, કાયાથી અનુમોદના પણ બંધ છતાં સાધુને અનાચાર સિવાય ભંગ માન્યો નથી.
સભાઃ “કાયાથી અનુમોદન શી રીતે ?”
મોઢે બોલે નહિ પણ માથું હલાવીને અથવા ઇશારાથી અથવા ખોંખારાથી સંમતિ આપે, મોઢું મલકાવીને સમજાવી દે. એ બધી કાયાની અનુમોદના છે. પૌષધમાં પણ શ્રાવક એ જાતની અનુમોદના કરી નાખે છે ને ?
સાધુને ભંગ તો અનાચારથી જ થાય છે. જો અતિર્મથી જ ભંગ થતો હોય તો તો કોઈ મોક્ષમાં જઈ શકે જ નહિ. છબસ્થ અનાદિકાળથી કર્મની આધીનતાથી ટેવાયેલો, એ શરૂઆતથી જ અતિક્ષ્મ વિના સંયમ પાળે એ ન ભૂતો
ભવિષ્યતિ એના પર કાબૂ મૂકતો મૂકતો પરિણામે અપ્રમત્ત બની શ્રેણી માંડી, સઘળાં કર્મ ખપાવી, કેવળજ્ઞાન પામી મુક્તિમાં જાય. સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિ માટે અનુષ્ઠાનનો વિવેકઃ
જેને વિષની ટેવ હોય તેને ચઢે તો નહિ પણ ઊલટો સાપ પણ એને કરડે તો એ સાપ મરે. જંગલમાં તાપ વાણિયાને લાગે, ભીલને ન લાગે. કાંટા વાણિયાને લાગે, ખેડૂતને ન લાગે. ખેડૂત તો કાંટા પણ પગથી ભાંગે. મિથ્યાત્વ એ ઝેર તો છે જ; હવે એમાં નવું ઝેર ચઢવાનું છે ક્યાં? એટલે એને તો જે લાભ થાય તે ખરો.
સભા: ‘મિથ્યાત્વ અને અજ્ઞાનમાં ફેર ખરો ?”
લગભગ બંને સરખા, પણ મિથ્યાત્વ યોગે અજ્ઞાન છે. મિથ્યાત્વ કારણ છે અને અજ્ઞાન એ કાર્ય છે. મિથ્યાત્વની હયાતીમાં જ્ઞાન પણ અજ્ઞાન છે અને મિથ્યાત્વ જવાથી અજ્ઞાન પણ જ્ઞાન બને છે. સમ્યગ્દષ્ટિને તો વિષની છાયા