SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ 1337 – ૧૦ નિયમ લેતાં પહેલાં અને પછી - 90 – ૧૪૯ પણ મારી નાખે. શેઠિયાના દીકરાને જાડી રોટલી, જાડા ભાત કે જાડી દાળ પણ ન પચે. * મિથ્યાષ્ટિને તો રોમ રોમ વિષ પરિણમ્યું હોય એમાં સારી ચીજથી લાભ થવો હોય તે થાય; પણ સમ્યગ્દષ્ટિ એ જ લોકોત્તર મિથ્યાત્વથી ધર્મ હારી જાય અને માર્યો જાય. મિથ્યાદૃષ્ટિ પણ ગમે તેમ ખીચડો બાફે તો એ ન ચાલે. માણસને ખાવા જોગું ખાય ત્યાં સુધી તો ઠીક પણ ઢોરનું ખાણું ભેગું નાખે તો એ પણ માંદો પડે. મિથ્યાષ્ટિનો ગુણ અનુમોદાય પણ તેની પ્રશંસા ન થાય. ચોરની હોશિયારી જોઈ મનમાં થાય કે આ હોશિયારી સર્જનમાં હોય તો ઠીક હતું; પણ હોશિયારીના ઢોલ ન પીટાય. ગુણ ગાતાં પહેલાં વ્યક્તિ જોવી જોઈએ. અર્થ, કામ અને મોક્ષની સાધનામાં સધાતો ધર્મ શા માટે? મુક્તિની સાધનામાં ધર્મ થાય, અર્થની સાધનામાં પણ ધર્મ થાય અને કામની સાધનામાં પણ ધર્મ થાય; એમ ત્રણેયની સાધનામાં થતો ધર્મ કઈ રીતે કરાય તે સમજવાનું છે. મુક્તિ માટે ધર્મની સાધનામાં મુક્તિ વિના બીજો વિચાર જ નહીં. અર્થની સાધનામાં સધાતો ધર્મ પણ અર્થ માટે ન સાધે. જેમ નીતિ એ ધર્મ છે. અર્થસાધનામાં નીતિ જરૂરી પણ નીતિ એ અર્થ માટે નહિ. શાહુકારી, પ્રામાણિકપણા માટે છે પણ ઊંધુંચતું કરવા માટે નથી. એ જ રીતે કામસાધનામાં પણ ઔચિત્ય, મર્યાદા, સંયમ વગેરે ધર્મ સધાય તે કામ માટે નહિ પરંતુ સદાચારમાં ટકી રહેવા માટે છે. જૈનેતરોમાં પણ ઊંચા પ્રકારના ધર્માત્માઓ આવા હોય છે. એ લોકો નીતિ પાળે તે પણ નિષ્કામભાવે અને ભક્તિ કરે તે પણ નિષ્કામભાવે અને સદાચાર પાળે તે પણ નિષ્કામભાવે. કોઈ પણ પ્રકારની કામના વિના જ એ બધું કરે. ફળ ઈશ્વરાધીન, એમ જ કહે. પોતાને એ ફળનો અધિકારી ન માને પણ કર્મનો જ અધિકારી માને. એનામાં મિથ્યાત્વ છે, એ હોય, પણ એવી નિષ્કામ કરણી કરનારો ચરમાવર્તમાં છે અને નિયમા મુક્તિએ જવાનો. એ પોતાનું બધું ઈશ્વરને સમર્પિત કરે છે એ ખુદ પોતે પણ ઈશ્વરને સમર્ષાઈ જાય છે. મારું કાંઈ જ નથી એમ એ કહે છે. ભક્તિ પણ એ ભવથી છૂટવા કરે છે; ગાંસડા પોટલાં બાંધવા કે હની મારામારી માટે નથી કરતો. એ નિષ્કામ ભક્તિ કરે છે. એકલા જ્ઞાનકાંડમાં બસ એક બ્રહ્મની જ ચિંતા કરે છે. એકલા ક્યિાકાંડમાં પણ એની એ જ હાલત હોય છે. આવા ક્લિારૂપી આત્માઓને શાસ્ત્ર ચરમાવર્તી કહ્યા છે. કેમકે એની સઘળી ક્યિા
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy