________________
૩૨૮ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
1516 ભણતર માટે દેડકાં મારવાનું કેમ કહેવાય ? વાતો કરનારા આ બધી વાતોનો અમલ નથી કરતા. પરંતુ માત્ર ધર્મ પ્રત્યે વૈર કેળવે છે. જે તરફનો પવન વાય તે તરફની જાવસોઈ કરે. બોલે ઘણું પણ કરે કાંઈ નહિ. સાધુ તો શક્ય હોય તે જ બોલે. બોલે અને ન થાય તો ?” એની તેમને ચિંતા હોય છે. માટે તો ‘પ્રાય, વર્તમાન જોગ, ક્ષેત્ર સ્પર્શના” વગેરે શબ્દપ્રયોગો સાધુઓ પોતાની ભાષામાં કરે છે. પેલા તો “હા” એ “હા” કરે અને અવસરે ફેરવી તોળે. જૂઠું બોલવાનો ભય એમને નહિ. આ તેમની પામરતા છે અને એ અવસરે પરખાઈ જાય છે. તમને મારી સલાહ છે કે એવાના ઝપાટામાં આવી જઈ ધર્મને ન ભૂલતા.ધર્મ ભૂલ્યા તો બધું બરબાદ. ધર્મ ભૂલીને દેશની કે પ્રજાની આબાદી કોઈ કરી શક્યું નથી અને કરી શકશે નહિ. ધર્મ ભુલાય ત્યાં નુકસાન નક્કી છે. દેવ, ગુરુ, ધર્મને આઘા મૂક્યાં તો ભટકાઈ મરશો અને મૂર્ખમાં ખપાશો. . ઉપસંહારઃ
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન થાય એ બધી પ્રવૃત્તિ કરવા યોગ્ય; અને આજ્ઞાનો ઘાત થાય એ બધી પ્રવૃત્તિ તજવા યોગ્ય છે. દેવ, ગુરુ, ધર્મની સેવામાં કલ્યાણ છે. સ્વનું, પરનું અને વિશ્વનું કલ્યાણ એ ત્રણેની સેવામાં છે. એ ત્રણની સેવા આવી એટલે સંતોષ આવ્યો. સંતોષ આવ્યો અને ઇચ્છા ગઈ એટલે સાહ્યબી તૈયાર છે. ઇચ્છા રોકાઈ એટલે સુખ આવ્યું જ સમજો. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે કાન ખુલ્લા રાખવાથી તો ઇચ્છા હોય તો ન પણ સંભળાય, પણ કાન બંધ કર્યા તો શબ્દાદ્વૈત સંભળાય. એ રીતે ઇચ્છાઓ રોકાણી, દુનિયાના પદાર્થોની ઇચ્છાઓ ભુલાણી કે સુખસાહ્યબી તૈયાર જ છે. સંતોષરૂપી નંદનવનના સુખનું હજી પણ વિશેષ વર્ણન જ્ઞાનીઓ કઈ રીતે કરે છે તે હવે પછી.