________________
1675 -૩૧ : મુનિ સિહોની ત્રાણ. શાસન વિરોધીઓને પડકાર - 111- ૪૮૭ શાસનપ્રેમીઓ હવે નિર્ણય કરે?
પેટ્રોલ વિના મોટર ન ચાલે. ધર્માદા સંસ્થાઓમાં પેટ્રોલ પૂરનાર તો શાસનરસિકો જ છે. સાચા દાન, શીલ, તપ, ભાવ શાસનરસિક સિવાય બીજાથી ભાગ્યે જ બને. ત્યાં તો આજે છતી મોટરે પેટ્રોલ ખૂટ્યાં છે. શાસનવિરોધ કરનારાઓની મોટરો અટકી પડી છે. શાસનપ્રેમીઓએ તો હવે નિર્ણય કરી લેવાની જરૂર છે કે શાસનવિરોધી ગમે તેવો મોટો માણસ હોય તો પણ તેને મોં ન આપવું. એને સલામ કરવાની નહિ. એ કરે તો ઝીલવાની નહિ. મોઢું ફેરવી લેવાનું. પોતાને ઘેર આવે તો પણ નરમાશથી કહી દેવાનું કે, “આ ઘર આપ જેવા નામવરો માટે લાયક નથી.” આ રીતે શાસનપ્રેમીઓ કરે તો એ લોકો નિપ્રાણ બની જાય. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે, ભગવાનની આજ્ઞાથી વિપરીત જીવન જીવનારા બધા લુહારની ધમણ જેવા છે. શાસનરસિકોના ટેકા વિના એમની એક પણ સંસ્થા ચાલતી નથી. એવાને જૈન કેમ કહેવાય ?
જામનગરની મૂર્ખાઈનું અનુકરણ કરીને આપણે પણ પોતાની મૂર્ખતા જાહેર કરી છે. જામનગરવાળાઓએ તો સાગરજી મહારાજને અને નવદીક્ષિતને જ નહિ માનવાનું ઠરાવ્યું હતું. જ્યારે આમણે તો આચાર્ય શ્રી લબ્ધિસૂરિજી મ. તથા નવદીક્ષિત તેમજ બધી સાધુને નહિ માનવાનું ઠરાવ્યું છે. જેઓ પાંચ મહાવ્રત પાળે છે, એ માટે જીવન સમપ્યું છે, એનો પ્રચાર કરે છે, રોટલા કે માનપાન માટે પાંચ મહાવ્રત પાળતા નથી, પ્રભઆજ્ઞાનું આરાધન કરે છે, કલ્યાણમાર્ગ માટે જ જેમનો પરિશ્રમ છે એવાને નહિ માનવાનું કહેનાર માટે સમજુ લોક તો એમ જ કહે કે એ લોકો જૈન જ કેમ કહેવાય ? સભાઃ “ઓખા હિન્દુસ્તાનમાં તો લબ્ધિસૂરિજી મહારાજ આચાર્ય તરીકે માન્ય
છે છતાં એમના માટે આવો ઠરાવ કરનારા પોતે જ સંઘમાં કેવી રીતે - ગણાય ?' હું જે સમજાવવા માંગું છું એ જ આ ભાઈ કહી રહ્યા છે. આવા ઠરાવથી તો એમની સ્થિતિ કફોડી થાય છે. એમના પર ગુસ્સો લાવવાનું આપણને કારણ નથી. આટલું પણ બોલવાનું કારણ એ છે કે આવી વાત બહાર આવે ત્યારે સત્યને સત્ય રૂપે જણાવી દેવાની ફરજ છે. “લબ્ધિસૂરિજી મ.ને સાધુ માનીએ છીએ' એમ આપણે કહેવાની જરૂર નથી. કેમ કે એ તો છે જ. શાસનની અખંડ