SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ 167 - ૧૯ : ઉધમ તો એકમાત્ર મોક્ષ માટે જ - 96 – ૨૪૯ ઇચ્છાવાળા પણ એ આનંદ લઈ શકે જરૂર, પણ તમારી તો એ ઇચ્છા પણ કેવી ? કદી ફળવતી બને એવી ખરી ? કે કૃપણની લક્ષ્મી જેવી ? ખાલી નકામી તિજોરીમાં પડી રહે એવી ? કૃપણની લક્ષ્મી કોઈના કામમાં ન આવે, તેમ તમારી સાધુપણાની ઇચ્છા કદી સાકાર ન બને તેવી કે સાકાર બને તેવી છે ? આત્માને પૂછીને ખાતરી કરો. જો એ ઇચ્છા બરાબર હોય તો અહીંનું જીવન પણ દિનપ્રતિદિન શુદ્ધ બને. ઘણા માણસો એવા દેખાય છે કે વાતો સારી સારી કરે પણ પાંચ વર્ષ પછી પણ જુઓ તો એવા ને એવા જ હોય. જેવા પહેલાં જોયા હોય તેવા જ આજે દેખાય. જો વસ્તુ સારી લાગી તો એને માટે પ્રયત્ન કાંઈ ન કરે ? પક્ષઘાતવાળો આદમી પણ સ્થાને પહોંચવા ઘસડાઈ ઘસડાઈને પણ પ્રયત્ન કરે તો તદ્દન નીરોગી આદમી પોતાને ઈષ્ટ લાગે તે તરફ પહોંચવા એક કદમ પણ આગળ ન જાય ? બધા મોઢેથી તો બોલે છે કે-“અમે સમજીએ છીએ કે સંસાર ખોટો છે, પણ એ દેખાય છે ક્યાં ? ઘરમાં ? બજારમાં ? ઉપાશ્રયમાં ? સભા: ‘ત્યારે એમ બોલાય છે તે શું બનાવટી ?' ઊઠતાં જ “નમો અરિહંતાણં' બોલનારા કેટલા? ' બહુલતયા બનાવટી-વેપારી જેમ “એક જ ભાવનાં પાટિયાં મારે છે એ જેટલાં સાચાં તેટલું જ આ પણ સમજવું. સંસારની, ઘરબારની, વ્યવહારની એ બધી પ્રવૃત્તિમાં જો જરા પણ ફેર ન પડે તો એને સંતોષરૂપી નંદનવનમાં પેસવા કોણ દે ? દુનિયામાં પણ મોટા બગીચામાં ઊંચા વર્ગના માણસોને જ જવા દે; મેલાંઘેલાને કોઈ પેસવા ન દે. બધા મિલમજૂરો અને મુફલિસ માણસો જે બગીચામાં જતાં હોય ત્યાં તમે જાઓ ? પેલા તો ત્યાં જઈને ઊલટો ગંદવાડ કરે અને બગીચાની સુવાસને બદબોમાં ફેરવી નાખે. દુનિયાના બગીચામાં નીચલા વર્ગના માણસો માટે આ નિયમ, તો આ સંતોષરૂપી નંદનવનમાં એમ ને એમ ઘૂસી શકાય ? નંદનવન ગમ્યું તો ખરું, એની સુંદરતા સારી તો લાગી પણ ત્યાં જવા જોગી પરિણામની ધારા જોઈએ કે નહિ ? સાધુ જ લાયક છે એમ કહ્યું ત્યાં તમારામાં એ યોગ્યતા ન જ આવે એમ કહેવાનો ભાવ નથી; પણ યોગ્યતા લાવવાના પ્રયત્ન તો જોઈએ ને ? જૈન સમાજમાં આજે નાના નિયમધારી તો ઘણા છે પણ એ નિયમ એવા કે મરતાંયે યાદ ન કરવા પડે. સાધુપણાની વાત તો દૂર રહી પણ શ્રાવકપણામાંયે આવી પોલ ચાલે ? દીક્ષા ન લેવાય એ માન્યું પણ ત્રિકાળ પૂજાને બદલે એકવાર પૂજનનું પણ ઠેકાણું નહિ, ગુરુવંદન કે વ્યાખ્યાન
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy