SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ 1438 ૨૫૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ શ્રવણનું ઠેકાણું નહિ, દાન-શીલ-તપ-ભાવનું ઠેકાણું નહિ, નવકારશી ને તિવિહાર-ચોવિહારના પચ્ચક્ખાણનું પણ ઠેકાણું નહિ, એ ચાલે ? સવારમાં ઊઠતાં જ ‘નમો અરિહંતાણં' બોલનારા જૈનો કેટલા ? સમ્યગ્દષ્ટિપણું છે કે એમાં પણ પોલ છે ? બૂમો મારતા હતા કે, ‘આ તો દીક્ષાની જ વાતો કરે છે' પણ એ વાત તો હવે દૂર રહી પણ આ બધી વાતમાંયે ઠેકાણું છે ? પછી તો ‘ભગવાનના શાસનમાં જ રહેવું નથી' એમ કહો તો.બધી વાતનો અંત આવે; એમ કરવું છે ? તો પછી આ બધી વાતો પડતી મૂકી દઉં ? શાસ્ત્ર તો કહે છે કે જ્યાં સુધી સાધુપણું જચવાનું નથી ત્યાં સુધી એક પણ ધર્મ સાચી રીતે જચવાનો નથી. પ્રાથમિક ભૂમિકામાં પહેલાં આચાર પછી વિચાર : જેનામાં સાધુપણું લેવાની બુદ્ધિ નથી તે પ્રભુશાસનમાં રહેવા લાયક જ નથી. પ્રભુને એ માનતો જ નથી. સંસાર ભૂંડો લાગે નહિ ત્યાં સુધી એક પણ ધર્મક્રિયા આત્મશુદ્ધિ માટે થાય નહિ. એવો માણસ તો દાન દે તો એનું દાન લેનારના પણ બાર વગાડી દે. એ જ્યાં ત્યાં પોતાના દાનને ગાયા જ કરે અને દાન લેનારને હલકો પાડ્યા કરે. સભા: ‘વ્યવહારમાં પણ કોઈને રોટલા ખવડાવ્યાની વાત ગાનારો લાયક નથી ગણાતો.’ એ બધી વાતો હમણાં ભુલાઈ ગઈ છે. આજે તો કહે છે કે- ‘સાધુઓ અમારા રોટલા ખાય છે તો અમારું કહ્યું કેમ ન કરે ? અમારી વાતમાં ‘હા’ કેમ ન ભણે ?' સાધુ તમારું ગવરાવ્યું ગાય ? ન જ ગાય. જાનૈયા ગાય. આ કાંઈ જાનૈયા નથી. જ્ઞાનીએ સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી ભવની ભીતિ અને મોક્ષની પ્રીતિ થાય નહિ ત્યાં સુધી એની પાસે ધર્મની વાત ન કરો. ધર્મગુરુ કહેવા અને એમને અર્થગુરુ ને કામગુરુ બનાવવાની ઇચ્છા રાખવી એ નભે ? અર્થ અને કામની વાતોમાં પડે એ પછી ધર્મગુરુ કહેવાય ? આજે વાતવાતમાં ‘સાધુઓ સમાજમાં ભારભૂત છે, મફતના રોટલા ખાય છે' એમ બોલાય છે એ શાથી ? જૈનસમાજમાં હોવી જોઈએ તે છાયા ઘટી ગઈ છે ત્યારે ને ? જૈનસમાજના આચાર-વિચાર ભુલાયા છે ત્યા૨ે ને ? સભા : બધા કાંઈ એવા હોય ?’ બધા એવા છે એમ ન કહેવાય. પણ સારા ગણાતા શ્રાવકોનાં ઘરોમાં પણ આ ફાલ પેદા થવા લાગ્યો છે, કારણ કે જૈનપણાની છાયા ઘટવા લાગી છે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy