________________
૭૦
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
153
સંસારના કીડાઓ આવું ન કહે તો શું કહે ?
કામાંધ કવિઓએ નારીનાં અંગોપાંગને આપેલી ઉપમાથી જ્ઞાનીઓને તો હસવું આવે છે. નારીના મુખને એ ચંદ્ર કહે છે અને હાડચામ તથા મળમૂત્રથી ભરેલા શરીરને એ અમૃતનો કુંભ કહે છે. એ કામના ઉપાસક કવિઓ ત્યાં સુધી કહે છે કે “એવી વનિતા સાથે ભોગ ભોગવનારા મહા પુણ્યવાનો છે અને જેણે એવો યોગ નથી સાધ્યો તેનો માનવજન્મ નિરર્થક છે, એળે ગયો છે.' સંસારના કીડાઓ આવું ન કહે તો શું કહે ? સ્ત્રીઓના દેહ પાછળ દીવાના બનેલાઓને સમજદાર બનેલી સ્ત્રીઓએ પણ સમજાવ્યા છે એ જાણો છો ને ?
પોતાની પાછળ દીવાના બનેલાઓને સમજુ, બનેલી વેશ્યાએ પણ વસ્તુસ્વરૂપ સમજાવેલ છે. કોશ્યાએ સિંહગુફાવાસી મુનિની સાન ઠેકાણે લાવી દીધી અને રથકારને પણ સમજાવ્યો છે. રથકાર કળાનો ઘમંડી અને વિષયનો ગુલામ બનીને આવ્યો હતો. વિષયોની ઇચ્છાપૂર્તિ માટે કળાનો ઉપયોગ એણે કર્યો. કોશ્યાએ એ કળાના ઘમંડી વિષયાંધ રથકારને સમજાવી દીધું કે – બાણથી આંબાની લેબ લાવવી સહેલી છે અને સરસવના ઢગલા પર સોયના અગ્રભાગે પરોવીને રાખેલા ચંપકના ફૂલ ઉપર નૃત્ય કરવું પણ દુષ્કર નથી; દુષ્કર તો તે છે કે જે શ્રી સ્થૂલિભદ્ર સ્વામીએ કર્યું.
વેશ્યા છતાં સમજુ બનેલી એવી. સ્ત્રીઓએ આવા વિષયમાં પાગલ બનેલાઓને ઓળખ્યા અને આ રીતે સમજાવ્યા એ સ્ત્રીએ એમને કહ્યું છે કેહાડચામથી મઢેલી આ મળમૂત્રની ગટરને-અમૃતનો કુંભ કહેતાં શરમાતા નથી ?' વેશ્યા જેવી સ્ત્રીઓ આમ સમજાવે તો જ્ઞાનીઓ સમજાવે તેમાં નવાઈ શું ? લાંચિયા રોણિયાઓથી સાવચેત રહેજો:
આવા કામાંધોને નિયમ ત્રાસરૂપ લાગે તેમાં આશ્ચર્ય નથી. દીક્ષા પણ એવાને ત્રાસરૂપ જ લાગે. દીક્ષા માટે જનતાને ભ્રમમાં પાડે તેવી બનાવટી નવલકથા લખનારને જૈન મનાય જ નહિ. લોકોને જણાવી દેવું જોઈએ કે એ અમારી જાતનો નથી. ખરાબ યોનિમાં જતાં જતાં રખડતો રખડતો ભૂલેચૂકે અહીં આવી ગયો લાગે છે, હલકી જાતનો માણસ સારા લત્તામાં પેસી જાય તેમ. એવાઓ માટે આ શાસનમાં સ્થાન નથી. એવાઓ માટે આ ઉપદેશ નથી. ઉપદેશ પણ યોગ્યને જ દેવાય. જેને નિયમ ત્રાસરૂપ લાગે તે જૈન તો નથી પણ આગળ વધીને કહીએ તો માનવ પણ નથી. કોઈ કહેશે કે-તો આ બધું કહેવાની જરૂર શી ? આ ભોળાઓ એમના ફંદામાં ન ફસાય માટે આટલી બૂમો પાડવી પડે છે.