SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1650 અને મંદિરનિર્માણમાં આરંભ, સમારંભ, હિંસાની વાતો કરનારને એ ખબર નથી કે શ્રી જિનેશ્વરદેવો એ જાણતા ન હતા ? એમણે જેમાં લાભ જોયો તે કર્યું. વસ્તુસ્વરૂપ સમજવા બધા વિચાર કરાય, ઘટતી શંકાઓ કરાય પણ જ્યાં આજ્ઞા આવી ત્યાં કશો જ વિચાર નહિ. દેવ, ગુરુ અને ધર્મને સ્વીકારતાં પહેલાં ખૂબ વિચાર કરો. સઘળી પરીક્ષા કરો, બરાબર ઓળખ મેળવો. તારક ન લાગે તો ન માનો, તારક લાગે તો જ માનો. મનાવવાની બળજબરી નથી પણ માન્યા પછી ગોટાળા ન વાળો. ગાંગેય મુનિ પહેલાં ભગવાન મહાવીર દેવને નથી નમ્યા. પ્રશ્નોના જવાબ મળ્યા છતાં નથી નમ્યા. પણ જ્યારે ઝીણામાં ઝીણા પ્રશ્નોનાં સમાધાન થયાં ત્યારે એમના સર્વજ્ઞપણાની ખાતરી થઈ અને એ ખાતરી થતાં જ ઝૂકી પડ્યા. બાપ પાલક છે એ ખાતરી છે પછી ત્યાં પગમાં માથું મૂકતાં શરમ ન આવે. બાપ છે કે પાપ છે તે જોવાનું પણ પરીક્ષા થયા પછી પ્રશ્ન ન હોય. આજ્ઞાની આધીનતાની વાત ચાલે છે. ગૌતમ મહારાજ વિચાર ક્યારે કરે ? ભગવાનની પણ ભૂલ થાય એમ માને તો ને ? એમ તો માનતા જ નથી. પછી ક્ષણનો પણ વિચાર શેનો ? સભાઃ “વળી એમાં પોતાનો પણ લાભ છે ન્ને ?' ત્યાં પાછી સ્વાર્થબુદ્ધિ આવી. એ તો એક પ્રકારનો સોદો થયો. આ તો એક જ વાત છે. “આજ્ઞા પ્રમાણ.” ભગવાન કરણીય જ કહે. અકરણીય ન જ કહે. આવી સચોટ શ્રદ્ધા. એવા આજ્ઞાધીન હતા, આજ્ઞાપાલક હતા. તેથી તો ભગવાનના નિર્વાણ પછી તરત કેવળજ્ઞાન લાધ્યું ને ! પ્રભુન વચન ઉપર એમને અભુત પ્રેમ હતો. આદર્શ પ્રેમ તે એ. આજના લેખકો રાગી પાત્રોમાં આદર્શ પ્રેમની વાત ગોઠવે છે એ મિથ્યા છે. રાગી પાત્રોમાં આદર્શ પ્રેમ - એ ન ભૂતો ન ભવિષ્યતિ.” પ્રેમી પાછળ મરવાની વાત બેય ઠેકાણે આવે પણ રાગીમાં ને વીતરાગમાં આસમાન-જમીનનો ભેદ. જ્યાં આદર્શ પ્રેમની સંભાવના જ નથી ત્યાં તેની સ્થાપના અનુચિત છે. એક જગ્યાએ પ્રેમ સુસ્થાને છે, બીજે પ્રેમ કુસ્થાને છે. ઇંદ્રો હાડકાં વગેરે પ્રેમથી લઈ જાય છે, એવો પ્રેમ કેમ ? તે તે જ જાણે. પુણિયો શ્રાવક સામાયિકમાં એવો લીન શી રીતે ? તે પુણિયો જ જાણે. ગણધર દેવો પ્રહર પ્રહર સુધી હાથ જોડીને ઊભા પગે અને ઊંચા કાને રોજ હર્ષપૂર્વક, જરા પણ અંગોપાંગ હલાવ્યા વગર ભગવાનની દેશના સાંભળતા હતા, નિદ્રા અને વિકથા રહિતપણે સાંભળતા હતા. દ્વાદશાંગીના રચનારા પોતે જ હતા. પણ “એની એ વાત કેમ સાંભળું ?' એવો વિકલ્પ પણ ત્યાં નહોતો આવતો. પોતે જાણતા હતા એવી પણ વાત ભગવાનના શ્રીમુખે સાંભળવા તેઓ આતુર રહેતા. ભગવાનના મુખે એ વાતો સાંભળતાં તો એમને
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy