________________
1341
૧૦ : નિયમ લેતાં પહેલાં અને પછી – 90
૧૫૩
શેઠ અને મિયાંભાઈ :
તમે પણ જરા ડાહ્યા બનો. મિયાંભાઈ જેવો સ્વભાવ ન રાખો. શેઠ રસ્તે જતા હતા ત્યાં મિયાંભાઈ સાથે થયા. શેઠની પાસે માલ ખરો. પણ વાણિયાગત આવડે. એ સમજતા કે મિયાંભાઈ સાથે વાતચીત હોશિયારીપૂર્વક કરવાની હોય કારણ કે ત્યાં ‘અબેતબે' થતાં વાર ન લાગે. રસ્તામાં મિયાંભાઈએ શેઠને એમનું નામ પૂછ્યું. શેઠે કહ્યું ‘જગો.' નામ તો જગજીવનદાસ હતું પણ શેઠે વિચાર્યું કે અહીં જગજીવનદાસ થવામાં મજા નથી. મિયાં શેઠિયો સમજી દાનત બગાડે. એના કરતાં ‘જગો’ થવામાં મઝા છે. અનું નામ બુદ્ધિપૂર્વકની પીછેહઠ. મિયાંભાઈ તો હસવા લાગ્યા અને શેઠને કહે છે કે-રે બનીયા, યે ક્યા નામ રખા ? ‘જગો' યે નામ હૈ ક્યા ?' મિયાંભાઈ તો મશ્કરી કરવા લાગ્યા. શેઠ કહે, ‘ભાઈ મેરા તો યે નામ હૈ. સાબ ! આપકા ક્યા નામ ?’ શેઠે ‘સાબ !’ કહ્યો એટલે મિયાંભાઈ ખુશખુશાલ થઈને કહે ‘સુનો બનીયા ! મેરા નામ હૈ મિ-યાં-જા-ફ-૨-ખા-ન !' એમ લંબાવીને મિયાંએ પોતાનું લાંબુ નામ કહ્યું અને શેઠને પૂછ્યું કે-‘સુના મેરા નામ ! કિતના સુંદર ઓર બઢા નામ હૈ ? તુમા૨ા તો ‘જગો !' યે નામ હૈ ક્યા ?' શેઠ કહે ! હા સાબ ! બહોત સુંદર નામ-મિ-યાં-જા-ફ-૨-ખા-ન’ એમ શેઠે પણ લંબાવી લંબાવીને નામ બોલી મિયાંભાઈને ખુશ કર્યા. એમ કરતાં કરતાં ગામ આવ્યું. ભાગોળે એક ઓટા પર વિસામો લેવા બેઠા એટલે મિયાંએ માથા પરથી સાફો ઉતારી એક બાજુ મૂક્યો. અને વાતોએ વળગ્યા. વાતવાતમાં` શેઠે નજર ચુકાવી સળગતી દીવાસળી મિયાંભાઈના સાફામાં મૂકી દીધી. સાફો સળગવા માંડ્યો. એટલે શેઠ ધીરે રહીને બોલ્યા, ‘અબે મિ-યાંજા-ફ-૨-ખા-ન-જી આપકા સાફા સિલગ રહા હૈ જી !' મિયોં ચમકયો અને સાફા સામે જોયું તો સાફો તો લગભગ બળી ગયો હતો. મિયોં કહે-‘અબે બનીયા ! તેરેકુ માલમ પડ ગયા તો જલદી ક્યું નહીં બોલા ?' શેઠ કહે ‘ક્યા કરું સાબ ! આપકા નામ ઇતના લંબા તો જલદી કૈસા બોલા જાયે ? મૈરા જૈસા ‘જંગા !' ઐસા ટૂંકાં હોતા તો તો જલદી બોલા જાતા.' આમ શેઠે અવસરે ટોણો મારી લીધો-ટોણો પણ આ રીતે અવસરે જ મરાય.
આ રીતે અવસરે પીછેહઠથી પણ જીત થાય છે; પરંતુ તેમાં ધીરજ અને હિંમત જોઈએ. દેવ-ગુરુ અને ધર્મ પર રાગ વિનાનો માણસ વીતરાગપણાની વાતો કરે એ ઢોંગ છે. એવાઓ તો સંસારમાં ભટકવાના. જ્યાં સુધી પોતે