SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ 1375 - ૧૨ : સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો ! - 92 – ૧૮૭ પાડ્યા વિના છૂટકો નથી. પોતાનાથી ન થાય તો પામરતા કબૂલે, અશક્તિ કબૂલે એ વાત જુદી છે. આ તો વાતવાતમાં કહે કે અમે તો ચોખ્ખું ને ચટ્ટ કહેવાવાળા; પણ એ ચોખ્ખું ને ચટ્ટ એવું કે અનેકનું સત્યાનાશ કાઢે. માટે જ કહ્યું કે ધર્મશુદ્ધિ વિના વ્યવહારશુદ્ધિ ન આવે. એવા આસ્તિક ગણાતા અમને પણ કોર્ટે ખેંચી જાય? આજે તો અનીતિ કરે, જૂઠું બોલે અને પાછો એનો બચાવ કરે. જીવવા માટે અનીતિ કરવી, જૂઠું બોલવું, એ કાંઈ ફરજિયાત છે ? પણ એ તો કહે કે તમારે સંસ્થાઓ ચલાવવી, લાખોના ફંડ જોઈએ અને નીતિ-અનીતિની વાત કરો તે કેમ ચાલે ? બજારમાં આવો તો ખબર પડે કે કેટલી વીશીએ સો થાય છે ?” આવી વાતો કરનારાને શું કહેવું ? જો એ આજ્ઞાપાલક દેખાય તો તો એનો કાન પણ પકડ પણ જે શબ્દો પણ સહન ન કરી શકે તે કાન પકડું તો સહન કરે ? અરે ! આસ્તિક અને ધર્મી ગણાતા હોવા છતાં પણ એ જ અમને કોર્ટે ખેંચી જાય. અહીં બોલાયેલા શબ્દોને જુદા સંદર્ભમાં ગ્રહણ કરે. વૈર રાખે અને વૈરના કારણે મહાપુરુષો ઉપર પણ ગમે તેવાં કલંક ઓઢાડે. એવા તો અહીં આવે, પગે લાગે અને ખમાસમણા દઈને એમની જ વાતમાં એમને ખેંચવાના પ્રયત્ન કરે, અને સફળતા ન મળે તો આપત્તિમાં મૂકે, માનપાનના અર્થી અને કેવળ સ્વાર્થને જોનારા શાસનપ્રેમી કહેવરાવે ભલે પણ સાચી શાસનસેવા કરી ન શકે. વસ્તુનો ભાવ ન સમજનાર શાસનસેવા કઈ રીતે કરે ? વાતે વાતે મૂંઝાનારથી સેવા ન થાય. જે વાતે વાતે શાસનનું હિત જુવે તે જ સાચા સેવક એક નબળી વાત જ્યાં સુધી પચાસને ન સંભળાવે ત્યાં સુધી ચેન ન પડે, એવાને શાસ્ત્ર નાલાયક કહ્યા છે. સેવક છે કે જે ચોમેરથી શાસનનું હિત તપાસે. અહિતકર એવું સારું લાગે તો પણ મરતાંયે ન બોલે. કાંઈ ભેદ લાગે તો મનમાં સમજે અને ગળી ખાય. પણ એ ક્યારે બને ? મનમાંથી “હું' પદ નીકળે તો ! આજના વ્યવહારકુશળોમાંથી એ ન નીકળે. તેથી એમની કુશળતા લાભને બદલે હાનિ કરે. ઉપસંહારઃ શ્રી સંઘમેરૂના સંતોષરૂપી નંદનવનનો આનંદ સાધુ જ ભોગવી શકે. સંતોષનો આનંદ સંતોષી જાણે. આ વિષયમાં હજી પણ જ્ઞાની ભગવંત વિશેષ શું કહે છે તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy