SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ 1741 – ૩૬ આuપ્રેમ અને શાસનની વફાદારી -116 - ૫૫૩ એમને સંતાપનારા, અધર્મ-અનીતિ અને અનાચાર સેવનારા તથા સેવરાવનારા, તેમજ ધર્મ-નીતિથી પ્રતિકૂળ વર્તનારા - એવા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ગમે તેટલી મોટી સંખ્યામાં હોય તો પણ એમને સંઘ ન ગણો. જૈનશાસનમાં બહુમતી નહિ, પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માન્ય છે. આજ્ઞામાં રહેનારો, આજ્ઞાનું પાલન કરનારો, આજ્ઞાને માનનારો, આજ્ઞા પાસે શિર ઝુકાવનારો શ્રીસંઘ મા-બાપ તુલ્ય છે તથા મોક્ષમાર્ગરૂપી પ્રાસાદના સ્તંભ તુલ્ય છે, પણ આજ્ઞા બહાર રહેલો સંઘ તો સર્પ જેવો ભયંકર છે. આજ્ઞાભંગની પ્રવૃત્તિમાં મન-વચન-કાયાથી સહાય કરનારા પણ સમાન દોષના ભાગીદાર છે. આજ્ઞાધીન આત્મા જ્યાં આજ્ઞાભંગ દેખાય ત્યાં મૌન ન રહી શકે. આ મહાત્મા ફરમાવે છે કે એવું મૌન ધારણ કરવાથી અવિધિની અનુમોદના થાય છે. તેવાઓનાં વ્રત ટકી શકતાં નથી; પછી તે અણુવ્રત હોય કે મહાવ્રત હોય. આજ્ઞાભંગના પ્રસંગે મૌન ન રહેવાય? આજ્ઞાનું પાલન કરવું અને આજ્ઞાભંગના પ્રસંગે માધ્યસ્થ રાખી મૌન ધારણ કરવું એ બે વાતો કદી બને નહિ. વેપારી નફા તથા ખોટ બંનેમાં કદી મધ્યસ્થ ન રહી શકે. શાહુકારની પેઢી પર ચોર પણ જો મજેથી બેસતા હોય તો માનવું કે શાહુકારને શાહુકારીની કિંમત નથી અથવા તો એ ચોરનો સાથી છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનનારથી આજ્ઞાભંગના પ્રસંગે મૌન ન રહેવાય. જો ત્યાં મધ્યસ્થ રહેવાની વાતો કરે તો એનું આજ્ઞાપાલન એ ઢોંગ છે. ચડવાની નિસરણીને કોઈ કાપવા માંડે તો ચડનારો મૌન પકડે ? આજ્ઞાપાલકથી આજ્ઞાભંગના પ્રસંગે મૌન ધારણ ન કરાય. મૌન એનાથી રહી શકે નહિ. સભાઃ શક્તિ ન હોય તો શું કરે ? શક્તિ ન હોય તો કદાચ સામનો કરવા ન જાય. પણ ખોટાને ખોટું કહે તો ખરો ને ? ભલે એ સમજાવી ન શકે તે વાત જુદી. માનો કે એમાં પણ ભય લાગતો હોય તો ખોટાને ખોટું કહેનારની વાતમાં હાજી ભણે, એના પર પ્રેમ રાખે, એની નિશ્રામાં ચાલે. પણ પોતાના ડહાપણનો ડોયો તો ન ચલાવે ને ? પરંતુ વિરુદ્ધ પ્રચારમાં શક્તિ ખર્ચાતી હોય ત્યાં શું સમજવું ? એનો અર્થ તો એ થયો કે ફાવતા પક્ષે બોલવું અને ન ફાવે ત્યાં ન બોલવું, એ તો માર્ગપ્રાપ્તિનો અભાવ સૂચવે છે. આજ્ઞાપ્રેમીનાં વચનો કેવાં નીકળે ? જે આત્મા શ્રી તીર્થંકરદેવની આજ્ઞાના પાલનમાં તત્પર હોય, શ્રીસંઘની ભક્તિમાં જે તન્મય હોય, એવા આત્માએ આજ્ઞાભ્રષ્ટ બનેલા આત્માઓને
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy