SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ = = = = = = = = = = = = = : શકયું ન હતું. બાદશાહી-બહુમાનમાંય કમળની જેમ નિર્લેપ રહેવાની જેમની નિસ્પૃહતાને ગર્વનો પડછાયો અડી-અભડાવી પણ નથી શક્યો અને એ જ જોમ, એ જ જુસ્સો, એ જ વફાદારી અને એ જ શાસ્ત્રીય વિચાર-ધારાના પૂરા પક્ષકાર રહીને જેઓ જમાનાવાદનાં ઝંઝાવાત વચ્ચે એક અનસા-દીવાદાંડીના જીવન-કવન-વચનના ત્રિભેટા રૂપે અંધકાર સામે જીવનના અંતિમ શ્વાસ સુધી ઝિંદાદિલીથી ઝઝૂમવામાં પાછા પડ્યા ન હતાં. એ વ્યાખ્યાન વાચસ્પતિ સમર્થ શાસન-પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું લગભગ સાડા નવ દાયકાની દીર્ઘતા ધરાવતું તેજસ્વી-તપસ્વી-યશસ્વી જીવન-કથન આપણી વર્તમાન-પેઢીના જૈન સંઘની એક પુણ્યાઈનું જ પ્રતીક છે – એમ નિઃશંક કહી શકાય. યુગે યુગે જ નહિ, આજે તો પળ-પળે જીવનની સફળતાના માપ-દંડો બદલાતા જ રહ્યા છે. કારણ કે, જીવનની સફળતાનું રૂપ અને રૂપિયાથી, નામ અને કામથી વગ અને લાગવગથી તેમજ આના જેવી ભાતીગળ-ભૌતિકતાથી માપવાની ભ્રમણાનો ભોગ બનેલો અને બની રહેલો વર્ગ આજે કંઈ નાનો-સૂનો નથી ! આવા આ ભ્રામકયુગના ઠગારા માપદંડો વચ્ચે જીવનની સફળતાના માપક સાચા તોલ-માપ જાણી લેવા જરૂરી જ નહિ, અતિ આવશ્યક છે અને આ આવશ્યકતાની પૂર્તિ કરવાનું શ્રેય ૧જીવન સાફલ્ય દર્શન ૨- આચારાંગ સૂત્રના વ્યાખ્યાનો અને ૩- સંઘ સ્વરૂપ દર્શન જેવા ગ્રંથોને ખરેખર મળી શકે તેમ છે. પૂરા પુણ્યના પ્રભાવે અને પુરાણા પુરુષાર્થના પ્રતાપે, મુક્તિના મંગલ દ્વાર તરીકેનો મહિમા ધરાવતું આ માનવ-જીવન મળી ગયા બાદ, આ માનવ-જીવનનું સાફલ્ય જે ત્રણ તોલ-માપથી જ માપી શકાય એમ છે : એ ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા અને ધર્માચરણનું મુખ્યત્વે રૂપ-સ્વરૂપ સમજાવતાં આ પ્રવચનોએ બીજી પણ અનેકાનેક ચીજોને પોતાના વેધક-પ્રકાશમાં પ્રકાશિત કરી છે. ૧૯૮૫-૮૬ની સાલમાં જાગેલા એ ઝંઝાવાતો બીજા-ત્રીજા રૂપે પ્રકાર-પ્રચારના ફેરફાર પૂર્વક હજી આજેય જૈન જગતના આકાશમાં ઘૂમરાઈ જ રહ્યા છે, એથી આજેય આ પ્રવચનોનું વાંચન-મનન એટલું જ પ્રેરક, એટલું જ માર્ગદર્શક અને એટલું જ ઉપકારક થઈ શકે એવું છે. આ જ આશાવાદ આ પ્રકાશનનું પ્રેરક-બળ છે. ઝંઝાવાતના એ દિવસોમાં થયેલા જમાનાવાદ અને અધર્મ સામે ઝંઝાવાત જગવતા પ્રવચનોને વાંચીને શ્રોતાઓ જમાનાવાદથી દૂર થઈ અધ્યાત્મવાદ તરફ વળે અને અધર્મના આક્રમણથી બચી ધર્મ સન્મુખ બને એ જ એક શુભેચ્છા ! (જીવન સાફલ્ય દર્શન ભાગ-૨માંથી નજીવા ફેરફાર સાથે સાભાર) ૧૩
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy