________________
13.
- ૩૮ તીર્થંકરોને પૂજ્ય, આશાયુક્ત સંઘ - 118 – ૯૦૫ તીર્થને નમવાનાં ત્રણ કારણોઃ
શ્રી તીર્થંકરદેવ તીર્થને નમે છે એનાં ત્રણ કારણો પંચાલકજી વગેરે શાસ્ત્રોમાં આપ્યાં છે. (૧) પ્રવચનની ભક્તિથી પોતે તીર્થકર નામકર્મ નિકાચેલ છે માટે
પ્રવચનના આધારભૂત એવા તીર્થને નમે છે. (૨) પૂજિતની પૂજા વધે માટે નમે છે. શિષ્યને આચાર્યપદ દેવાય ત્યારે
મુખ્ય આચાર્ય પોતે પાટ પરથી નીચે ઊતરીને શિષ્યને દ્વાદશાવર્ત વંદન કરે છે, જેથી બીજા કોઈ નવા આચાર્ય થનારથી મોટા મુનિ
પણ એને વંદન કરે. (૩) વિનય, ધર્મનું મૂળ છે તેવું દર્શાવવા માટે નમે છે. આ વિનય પણ
માત્ર બાહ્ય વ્યવહારરૂપ નહિ પણ કૃતજ્ઞતા ભાવ ગર્ભિત હોય છે. કતજ્ઞતા એટલે આ તે તીર્થ છે કે, જેની ભક્તિના પ્રભાવે તીર્થકર નામકર્મની નિકાચના થઈ છે. આ પ્રકારે કરેલ ઉપકારના જ્ઞાનપૂર્વકનો આ વિનય હોય છે. એના દ્વારા એવું વ્યક્ત કરાય છે કે જીવનમાં જેનો જેનો ઉપકાર થયો હોય તે તે ઉપકારને યાદ
કરીને તેનો તેનો વિનય અવશ્ય કરવો જોઈએ. આ રીતે તીર્થકર ભગવંતો પણ જે તીર્થને નમસ્કાર કરે છે, તે તીર્થને કયો યોગ્ય આત્મા ન નમે ?
વિચારવાનું એ છે કે, કેવા તીર્થના/સંઘના પ્રભાવે તીર્થંકર નામકર્મની નિકાચના થાય ? આવા તીર્થમાં સંઘમાં કોણ ગણાય ? જેણે પોતાની જાતને આવા તીર્થમાં/સંઘમાં સામેલ કરવી હોય તેમણે કેવા બનવું જોઈએ ? આ બધી વાતો જો બરાબર તમારા ધ્યાનમાં આવે તો અત્યાર સુધી આપણે કરેલી વાતો સાર્થક થાય... ઉપસંહાર :
શ્રી દેવવાચક ગણિવરજીએ રચેલ શ્રી નંદીસૂત્ર વૃત્તિ તથા સમર્થ શાસ્ત્રકાર આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલ શ્રી સંબોધ પ્રકરણ આદિના આધારે આટલી વાતો સવિસ્તર કર્યા પછી આજે આપણે આ વિષયને પૂર્ણ કરવો છે. આટલા મહિના સુધી સતત આ સાંભળ્યા પછી સંઘ કોને કહેવાય ? સંઘનું કર્તવ્ય શું ? કયો સંઘ તીર્થકરવત્ પૂજ્ય કહેવાય ? તીર્થકર દેવો પણ જેને નમસ્કાર કરે તે સંઘ કેવો હોય ? એ સંઘને કેવી ઉત્તમ ઉપમાઓ આપવામાં આવી છે ? જે સંઘ શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાને ન માને, આજ્ઞાની ઉપેક્ષા કરે,