________________
1289
– ૭ઃ જૈનજીવનનું મહત્ત્વ અને કર્તવ્ય - 87
– ૧૦૧
સાતેય વ્યસનોને દેશવટોઃ
નિયમો લ તે જીવન પર અસર કરે તેવા લેજો. બારેય ભાગોળ મોકળી રાખીને નિયમો લેશો તો તેવા નિયમોથી જીવન સફળતા નહિ પામે. જૈનની આંખ, કાન, નાસિકા, જીભ કે સ્પર્શનેન્દ્રિય નિરંકુશ ન હોય. દરેક ઇંદ્રિય પર એનો બરાબર અંકુશ હોય. સાત વ્યસનનો ત્યાગ એ તો જૈનોનો સામાન્ય નિયમ. જૈનકુળમાં સાત વ્યસન તો હોય જ નહિ. મદિરા, માંસ, રાજદંડ, નીપજે તેવી ચોરી, જુગાર, શિકાર, પરસ્ત્રીગમન અને વેશ્યાગમન : આ સાત વ્યસનો જૈન માબાપને પેટે જન્મેલો કદી ન સેવે. કુમારપાળ મહારાજાએ આ સાતે વ્યસનનાં પૂતળાં બનાવી, એને ગધેડે બેસાડી; ઉદ્ઘોષણાપૂર્વક દેશપાર કર્યા હતાં. આમ કરીને પોતાના અઢાર દેશની પ્રજાને સૂચવ્યું હતું કે જે કોઈ આ સેવશે તે આવી દશાને પામશે. આ રીતે મહારાજા કુમારપાળે એ વ્યસનોને પોતાના આખા દેશમાંથી હાંકી કાઢ્યા હતાં તો તમે તમારાં ઘરોમાંથી તો એને કાઢી શકો ને ? કદાચ ઘરમાંથી ન બને તો પોતાના જીવનમાંથી તો એને દૂર ” કરાય ને !
એ સાતે વ્યસનમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ, આબરૂ કે મજા નથી. આબરૂની, ધર્મની અને પ્રાણની, એ તમામની હાનિ છે. એ તો પશુ જેવું જીવન છે. એને માણસ મટી હેવાન બનતાં વાર લાગતી નથી. જૈન માટે તો આ નાનામાં નાનો નિયમ છે. જૈન બચ્ચામાં આમાંનું એક પણ વ્યસન હોવું ન ઘટે. આ નિયમો તો જૈનજીવન સાથે જડાયેલા હોય. હવે આગળ ચાલો. બાળકને દૂધ વિના તેમ જૈનને દર્શન-પૂજન-વંદન વિના ન ચાલે !
શ્રાવકને જિનપૂજા કરવાનો નિયમ અવશ્ય હોય. જિનપૂજન કર્યા વિના શ્રાવક ગરમ રસોઈનું ભોજન કરે એ મનાય જ નહિ. પણ આજે એ નજરે દેખાય ત્યારે માંન્યા વિના છૂટકો પણ નહિ. આજે ઘણો ભાગ એવો છે કે જે જિનપૂજા નથી કરતો.
જિનપૂજન વિના, ગુરુના યોગે ગુરુવંદન અને જિનવાણીના શ્રવણ વિના જૈન રહે જ નહિ. જ્યાં જિનમંદિર ન હોય ત્યાં પણ ઈશાન ખૂણા તરફ સીમંધરસ્વામી સામે બેસી તેટલો વખત ભક્તિ કરે. બાળક જન્મે એટલે દૂધ પીધા વિના ન રહે અને મોટું થયા પછી બેત્રણ વખત ખાધા વિના ન રહે તેમ જેને થયો એટલે જિનપૂજન, ગુરુવંદન અને વ્યાખ્યાન-શ્રવણ વિના ન જ રહે.