SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ 137 – ૧૩ ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - 93 – ૧૮૯ સંતોષી અને ત્યાગીનું સુખ અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘમેરૂના સંતોષરૂપ નંદનવનનું હવે વર્ણન કરે છે. મેરૂના નંદનવન પર દેવો ને વિદ્યાધરો જ જઈ શકે છે. આપણી ઇચ્છા થાય તો પણ આપણે જઈ શકતા નથી. પૂર્વકાળે પણ સામાન્ય લોકો ત્યાં જઈ શકતા ન હતા. એ જ રીતે શ્રી સંઘમાં સંતોષરૂપી નંદનવનનો લાભ સંપૂર્ણપણે સાધુઓ જ મેળવી શકે છે. મેરૂના નંદનવનની મનોહરતાનો આનંદ અને સુગંધનો ભોગવટો યોગ્યતા વગરનાને નથી જ મળી શકતો તેમ સંતોષરૂપી નંદનવનના સુખના આનંદનો અનુભવ પણ સંપૂર્ણપણે સાચા સાધુઓ જ કરી શકે છે. સાચા સાધુ સિવાય શ્રી સંઘમાં બીજા તેવા સંતોષી હોય ? ન જ હોય. બીજાને એ આનંદની ખબર જ ન પડે. વગર લાયકાતે એ આનંદ ભોગવી શકતો નથી. શાસ્ત્ર ચક્રવર્તીના સુખ કરતાં સંતોષીના સુખને અનંતગણું કહ્યું છે. પગે ચાલનારા, વગડામાં રહેનારા અને રસકસ વગરનું લખું ને સુજ્જુ ખાનારા સંતોષી અને ત્યાગીનું જે સુખ છે તે સુખ છ ખંડના માલિક ચક્વર્તીને પણ નથી. શાસ્ત્ર કહે છે કે ચક્વર્તીને પણ એ ત્યાગીના સુખની ઈર્ષ્યા થાય છે ! એ ઈર્ષા ક્યારે થાય ? સંતોષમાં અનેકગણું સુખ મનાય તો ને ? સંતોષી બન્યા વિના એ સુખ ન ભોગવાય. ઇચ્છાઓ નિયમથી અંકુશમાં આવે: . શ્રી સંઘમેરૂના નંદનવન તરીકે સંતોષ તમને વાજબી લાગે છે ? તમને અહીંના બગીગ્નાની હવાનો, તેની સુગંધીનો થોડો પણ અનુભવ છે તો તેના આધારે મેરૂના નંદનવનના આનંદની કલ્પના કરી શકો છો; તો એ જ રીતે સંતોષનો પણ થોડો અનુભવ કરો તો આ વર્ણવાતા મહાસંતોષની પણ કાંઈક ઝાંખી થાય. પણ તમને સંતોષ જ ક્યાં છે ? એ હોય તો નિયમોમાં હરકતા આવે ? નિયમ લેવામાં, પાળવામાં, સાચવવામાં, વધારવામાં તકલીફ પડી જવાની મનમાં મૂંઝવણ થાય છે એ શાથી? સંતોષથી કે સંતોષના અભાવથી ? કહેવું જ પડશે કે સંતોષના અભાવથી. નિયમનું બંધન તો સંતોષને બાધક નથી પણ સહાયક છે. નિયમથી ઈચ્છાઓ અંકુશમાં આવે છે. ઇચ્છાનો અભાવ એ જ સંતોષ. દુનિયાના અનેક પદાર્થોની તીવ્ર ઇચ્છાઓમાં સંતોષ નથી, અથવા દુનિયાની વિપુલ સામગ્રી મળવાથી સંતોષ થાય તેમ પણ નથી. સંતોષની શાસ્ત્રીય વ્યાખ્યા : દુનિયાના પદાર્થોની કામનાઓ રોકાય એ જ સંતોષ. જેમ જેમ તૃષ્ણા વધે તેમ મનના પરિણામ બગડે. સંતોષની વ્યાખ્યા કરતાં મહાપુરુષોએ કહ્યું કે :
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy