________________
1447 – ૧૬ઃ ઉધમ તો એકમાત્ર મોક્ષ માટે જ - 96 –– ૨૫૯ સંનિપાતનાં લક્ષણ છે. સિદ્ધાંતની રૂઈએ હું તમને સમજાવી રહ્યો છું કે અર્થકામ માટે કેવળ ઉદ્યમ ફળતો નથી. અર્થકામની પ્રાપ્તિમાં તો પુણ્યની જ પ્રધાનતા ?
ઈરાનનો બાદશાહ અમાનુલ્લાખાન પહેલવહેલો અહીં આવ્યો ત્યારે કેટલું માન મળ્યું ? બ્રિટિશ શહેનશાહનો પ્રતિનિધિ વાઇસરોય પણ કલકત્તાથી મુંબઈ આવે એની આગતા-સ્વાગતા કરે એ ઓછું માન નથી. એ જ રીતે આખા યુરોપમાં પણ એવું જ માન એને મળ્યું. કોઈ શહેનશાહ એવો નહિ કે જેણે એને બાદશાહી માન ન આપ્યું હોય. એ રીતે આખી દુનિયામાં ફર્યો, બધે સ્વાગત પામ્યો, એ સ્વાગત લઈને ઘેર આવ્યો, ગાદી પર બેઠો કે તરત જ ભાગવું પડ્યું. આનું કારણ ? ઉદ્યમ કમ હતો ? એ દુનિયામાં શા માટે ફર્યો હતો ? પોતાની સત્તાનું પ્રદર્શન કરવા અને બીજી પર પોતાનો પ્રભાવ પાડવા. બધાને એની ગરજ પડે એવી સ્થિતિમાં એ હતો છતાં એને જ ભાગવું પડ્યું; અને એ ભાગ્યો ત્યારે એનો એક પણ મિત્ર કે એક પણ સ્નેહી એને જોઈતી સહાય કરવા આગળ ન આવ્યો, એની મુશ્કેલી દૂર કરનાર ન નીકળ્યો, એનું કારણ ? ઉદ્યમ, બુદ્ધિ, બળ બધું હતું પણ શું નહોતું ? વિચારો.
સભા : પુણ્ય નહોતું.'
દેવતાઓ જેની સેવામાં હોય છતાં સુભૂમ ચક્વર્તી સાગરમાં ડૂબી મરે અને એનું શબ પણ સ્નેહીઓ જોવા ન પામે, એ કોનો દોષ ? રક્ષકો ચારે તરફ કેટલા હતા ? શાસ્ત્ર કહે છે કે અર્થકામની પ્રાપ્તિમાં ઉદ્યમ ઓછું કામ કરે છે. ત્યાં પુણ્યની પ્રધાનતા છે ! ધન્નાજી લક્ષ્મી મૂકીને ભાગતા હતા છતાં જ્યાં પગ મૂકતા ત્યાં લક્ષ્મી એમના ચરણોમાં આળોટતી. વાણિયાના પુત્ર છતાં ક્ષત્રિય રાજાઓ પોતાની પુત્રી એમને પરણાવતા. મહારાજા શ્રેણિકના એ જમાઈ હતા. માટે સોચો ! પુણ્ય એ જ. એમાં પ્રધાન કારણ છે; ઉદ્યમ નહિ. પુગલના સુખની મહોકાણઃ
અર્થકામની પ્રાપ્તિમાં મુખ્ય કારણ પુણ્યાનુબંધી પુણ્ય છે. અર્થકામ તો પુણ્યાનુબંધી પુણ્યવાળાના દાસદાસી જેવા છે. ઉદ્યમ તો મોક્ષ માટે જરૂરી છે કે
જ્યાં કેવળ કર્મને ઝાપટવાનું કામ છે પણ મેળવવાનું કામ જ નથી. પૌદ્ગલિક સુખમાં એક અપલક્ષણ છે કે બધું સારું મળ્યું હોય પણ એમાં જરાક ફેરફાર થાય એટલે એ સારું પણ બૂરું બની જતાં વાર ન લાગે. અમનચમનની બધી સામગ્રી ભેગી કરી હોય પણ એક તાર આવે કે પાંચ લાખ ગયા કે તરત વાજાંગાજાં બધું