________________
૯૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
છો, તો તે વનમાં બતાવવું પડશે ને ? વનને ત્યાગી બનાવવા માટે તો નિયમ છે. નિયમ એટલે આંશિક ત્યાગ.
1284
હવે સમાજનો એક ભાગ એવો છે કે જે નિયમોને તદ્દન નકામા ગણે છે. શાસ્ત્ર કહે છે કે સામાન્ય નિયમો ક૨ના૨નો આત્મા પણ એના યોગે ઊંચો ચડે છે. અણસમજુને પણ નિયમ દેવાનું આ શાસ્ત્ર એટલા માટે જ ફરમાવે છે. નાનામાં નાનો નિયમ પણ આત્મા ઉપર સુંદર અસર કરે છે. દેરાસર ગયા વિના ખાવું નહિ એટલો પણ નિયમ હોય તો બાળક પણ ઊઠ્યો કે જલદી દેરાસર જઈ આવે છે. એને ખાવું તો છે પણ દેરસર યાદ રહે છે. નિયમ વિના જે યાદ નથી રહેતું તે નિયમથી યાદ આવે છે; અને એટલો સમય ખાવાથી દૂર રહે છે. એટલી લાલસા પણ તૂટે છે. નાના નાના નિયમોથી આત્મા આગળ વધતો વધતો ઊંચો આવે છે. નિયમનો વિરોધ કરનારા, નિયમને બેડી માનનારા, નિયમથી જીવનની બરબાદી સમજનારા પોતાને સંઘ કહેવડાવે એ કઈ રીતે નભે ? એવાની ટીકા થાય એ વાજબી જ છે.
આ બધી વાતો જેમ હું બોલું છું તેમ હવે તમે પણ બોલતા થાઓ ! વ્યાખ્યાન સાંભળીને જે સાંભળ્યું હોય તે ઘરે સ્નેહી પાસે અને બજારમાં મિત્રો પાસે કહેવું, વિચારવું અને એમાં શંકા થાય તો બીજે દિવસે તે વાતનો ગુરુને પૂછી નિર્ણય કરવો; ફરી એ વાત ઘરે કરવી, ફરી શંકા પડે તો ફરી પૂછી નિર્ણય ક૨વો; આ બધો શ્રવણનો વિધિ છે. આ રીતે વસ્તુ નિર્ણીત કરી પછી એને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો. વસ્તુને હૈયામાં સ્થિર કરી એને અનુસરતું સુંદર જીવન બનાવવાની પેરવી કરવાથી વ્યાખ્યાન ફળે છે. નિયમબદ્ધ જીવન ઊંચી કોટિનું છે.
સમાજનો બીજો એક ભાગ એવો છે કે જે નિયમ ભાંગવાનો ભય ધરાવી નિયમ લેવાનું જ માંડી વાળે છે. નિયમ પળે એવી પૂરી ખાતરી થાય તો જ નિયમ લેવાય એમ એ માને છે. હવે છદ્મસ્થને તો એવી ખાતરી થાય જ નહિ. આજે નિયમ પાળવાની પૂરી શક્તિ દેખાય પણ કાલે એ શક્તિ ટકી રહેવાની ખાતરી શી ? આજના કોટ્યાધિપતિને કાલે ભિખારી થતાં વાર લાગતી નથી. એવી બાબતમાં ખાતરી કોણ આપી શકે ? માટે નિયમમાં જ આત્માનું કલ્યાણ માની, ગમે તેવા વિકટ પ્રસંગે પણ નહિ ભાગવાની ભાવનાથી નિયમ લેવો, કાળથી સાચવવો છતાં દુર્ભાગ્યયોગે પતનકાળ આવે પણ ખરો; પરન્તુ એવા ભયથી નિયમ લેવાનું જ બંધ રાખવું એ વ્યાજબી નથી. ભંગ થયા પછી પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થવાય છે.