SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ 17 ૩૧ : મુનિ સિંહોની ત્રાણ. શાસન વિરોધીઓને પડકાર - 111- ૪૮૯ ભેગા તો ત્યારે જ બેસાય કે આગમને નમો તો.” એમાં પરસ્પર સારું મનાવનારાઓ જો ભેગા ભળી ગયા તો એવી મૂર્ખતા કરે કે જે મૂર્ખતાથી વીસ વરસથી તકલીફ વેઠવી પડે છે એ વેઠવાનો કાળ વધી જવાનો. ખુલ્લું કહેવાનું કે, “તમે અમે ભાઈઓ છીએ, અમને તમારા પર જરા પણ દ્વેષ નથી, મનુષ્ય તરીકે ભાઈઓ છીએ, એક ગામના વતની તરીકે ભાઈઓ છીએ. પણ જૈન સંઘ તરીકે સાથે નહિ.” આ રીતે કામ લેવાય તો બે-પાંચ વરસ જરા અથડામણ દેખાય. પણ પછી એકદમ શાંતિ અનુભવાશે. પારકાને ઘરમાં પ્રવેશવા દેવાય નહિ ? બહારના મહેમાન હોય ત્યાં સુધી ઘરનાને શાંતિ નથી. કેમ કે એ બધા પારકા-મહેમાન, ચાર દી'ના આઠ દી” કરે એટલે એ કેમ જાય એવો રસ્તો યજમાનને યોજવો જ પડે. મહેમાનને મૂકવા જાય ત્યાં આંખમાં પાણી લાવે, વિયોગથી થતું દુઃખ બતાવે પણ એ જાય, ગાડી ઊપડે એટલે “હાઆશ' કરે. પોતાના માથા ઉપરથી મોટો બોજો ઊતર્યો એમ માને. મહેમાન હોય એટલે રોજ કાંઈ ને કાંઈ માલપાણી બનાવવાં પડે. એની સાથે ઘરનાને પણ એ ખાઈ ખાઈને માંદા થવું પડે. દીકરો થયો હોય તેને બહાર કાઢવાની ચિંતા નહિ. પણ દિીકરી જન્મે ત્યારથી જ ચિંતી. કેમ કે એ પારકે ઘરે મોકલવાની. મોટી થાય ને યોગ્ય ઘર ને યોગ્ય વર ન મળે ત્યાં સુધી ઘરમાં સાપનો ભારો લાગે. સ્વ-પરનો ભેદ જણાયા વગર રહેતો નથી. જૈનશાસનમાં પણ સ્વ-પરનો વિવેક જોઈએ. બે માણસથી ઘર ચલાવાય, પણ પારકાને ઘરમાં પ્રવેશવા ના દેવાય. પારકાને દત્તક લઈ દીકરો બનાવાય, પણ એ બાપનું નામ બદલે તો. અહીં આવ્યા પછી ત્યાં એનો હક્ક નહિ કે એના બાપનો અહીં હક્ક નહિ. મારા કહીને પારકાને ઘરમાં સ્થાન આપ્યું તો દુઃખના દહાડા આવવાના. પોતાપણું મૂકીને આવે એને ૨ખાય. પારકી શોભા એ શોભા છે ? પારકાને ઘરમાં ન પ્રવેશવા દેવાય. ઉપાધ્યાયજી મહારાજા પણ ના પાડે છે. લગ્નમાં પારકા દાગીના લાવીને દીકરાને પહેરાવ્યા હોય તો એ જ્યાં સુધી ધણીને પાછા ન સોંપાય ત્યાં સુધી બાપને ચેન ન પડે. ઘડીમાં સાજનમાં જાય ને ઘડીમાં દીકરા પાસે ચક્કર લગાવી જાય. જ્યારે ઘેર આવી તમામ મુદ્દા ધણીને આપી આવે ત્યારે ચેન પડે. પારકી શોભા એ શોભા છે ? જો પાંચ હજારનું નંગ જાય તોયે સામો દસ હજારનું કહે તો પાંચનું હતું એમ જાણવા છતાં આબરૂ ખાતર દસ હજાર પણ આપવા પડે. ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે, પરની
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy