________________
શારા સુવાસ
૩૯ - આ બંને જૈન મુનિઓ છે છતાં એક ચાર મહાવ્રતને ઉપદેશ આપે છે ને એક પાંચ મહાવ્રતને ઉપદેશ આપે છે. એક જ ધર્મ હોવા છતાં બંનેના ઉપદેશમાં ફરક કેમ છે? આમ નગરજનેમાં ચર્ચા થવા લાગી. આ મહાન પુરૂષને આ વાતની ખબર પડી. જ્ઞાની પુરૂષે કઈ બાબતમાં ચર્ચાને વિષય બની જાય ત્યારે તે વાતને વધવા ન દે પણ જલ્દી તેને અંત લાવવા પ્રયત્ન કરે. ગૌતમસ્વામીએ વિચાર કર્યો કે કેશીસ્વામી મારાથી મેટા છે એટલે હું ત્યાં જાઉં. ગૌતમસ્વામી દીક્ષામાં નાના હતા પણ જ્ઞાનમાં મોટા હતા. ચૌદ ચૌદ હજાર શિષ્યમાં વડેરા હતા. ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. ગણધર પદવી પામેલા હતા છતાં એ વિચાર ન કર્યો કે હું મહાવીર ભગવાનને પટ્ટશિષ્ય વળી પ્રથમ ગણધર અને ચૌદ હજાર સંતેને નાયક છું ને હું શેને જાઉં? એ મહાન પુરૂષમાં સરળતા હતી, આજે તે વિનય વિવેક ચાલ્યા ગયે છે.
ગૌતમસ્વામી પિતાના શિષ્ય પરિવાર સહિત તિક ઉધાનમાં જવા તૈયાર થયા. કેશીસ્વામીને ખબર પડી કે ગૌતમસ્વામી પધારે છે તેથી તેઓ સામા ગયા. તેમને બેસવા માટે આસન આપ્યું. બંને મહાન પુરૂષનું મધુરું મિલન થયું. બંને આસન ઉપર બેઠા ત્યારે કેવા શોભતા હતા. તે શાસકાર આ ગાથામાં બતાવે છે
, उभओ निसण्णा सोहन्ति चन्द सूर समप्पभा ॥१८॥ કેશીસ્વામી અને ગૌતમસ્વામી અને જાણે ચંદ્ર અને સૂર્યની પ્રજાની જેમ તેજસ્વી દેખાતા હતા. આ બંને મહાપુરૂષે વચ્ચે કેવી ચર્ચા ચાલશે, કેની હાર થશે, જેની છત થશે તે જોવા માટે ઘણું પાખંડીએ અને અજ્ઞાનીઓ કૌતુક જેવા અને ઘણાં જ્ઞાન મેળવવા ત્યાં આવ્યા. એટલું જ નહિ પણ આ વાદવિવાદમાં કે રંગ જામશે તે જોવા માટે દેવે. દાન, ગન્ધર્વો આકાશમાં અદશ્યપણે જેવા લાગ્યા, પણ જ્ઞાની પુરૂષોની ચર્ચામાં કંઈ ચકમક ન કરે, પણ જ્ઞાનરસની લૂંટાલૂંટ હેય.
તત્વનું મંથન કરીને માખણ કાઢે એમાં કોઈ કલેશ કે ખોટા વાદવિવાદ ન હોય. જે અજ્ઞાનીઓ ભેગા થાય તે કલેશ ને વાદવિવાદને પાર ન રહે. અહીં લોકોને શંકા થવા લાગી કે આ બંને બળીયા પુરૂષોમાં કેણુ છતશે? પણ અહીં તે એવું કંઈ ન બન્યું. કેશૌસ્વામી ગૌતમસ્વામીને એક પછી એક પ્રશ્ન પૂછવા લાગ્યા ને ગૌતમારવામાં તેનું ખૂબ સ્પષ્ટતાપૂર્વક સમાધાન કરવા લાગ્યા. જ્ઞાનરસની છોળે ઉછળવા લાગી. પ્રશ્ન પૂછતાં પૂછતાં કેશીસ્વામીએ ગૌતમસ્વામીને પ્રશ્ન કર્યો કે હે ગૌતમસ્વામી ! ભવસાગર પાર કરવા માટે નૌકા કઈ? જવાબમાં ગૌતમસ્વામી કહે છે–
सरीर माहु नावत्ति, जीवो वुच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो जं तरन्ति महेसिणो ॥७३॥
( ઉત્ત. સૂ. અ. ૨૩ ગાથા-૭૩)