________________
શારદા મુવાસ
માનવી તે સજન બની શકે છે પણ દુષ્ટતા સજજન નથી બનતી. તે ઉપરાંત એ પણ વિચાર કરે જોઈએ કે દુનિયાના દરેક જીવન જીવવું ગમે છે પણ મરવું કેઈને ગમતું નથી, માટે કઈ જીવને મારે નહિ. કૃષ્ણજીએ તેમની વાત કબૂલ કરી, અને તેમના મનમાં થઈ ગયું કે કેમકુમાર પિતાના કરતાં જ્ઞાન, બળ અને બુદ્ધિ દરેકમાં વિશિષ્ટ છે, તેથી એ ખુશ થતાં કે અમારા યાદવકુળમાં આ નરરત્ન પાક છે.
આ તરફ નેમકુમાર વૈરાગ્યની વાતો કરે છે ત્યારે બીજી તરફ તેમના માતાપિતાને એમને પરણાવવાના કેડ છે, એટલે સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણી નેમકુમારને વિવાહ કરવા માટે વારંવાર આગ્રહ કરતા ત્યારે નેમકુમાર તેમના આગ્રહનો હંમેશા ઈન્કાર કરતા. પિતાને લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નથી પણ માતાપિતાને દુઃખ ન થાય તે માટે એમ કહેતા કે હમણું નહિ, પછી થઈ પડશે. શી ઉતાવળ છે? આથી માતા પિતાના દિલમાં દુઃખ થવા લાગ્યું કે જ્યારે કહીએ ત્યારે આ નેમ તે આપણે વાતને ગણકારતો જ નથી. આટલે માટે થયે છતાં લગ્ન કરતા નથી તે પછી ક્યારે કરશે? હવે શું કરવું ? આમ વિચાર કરતાં સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણીએ વિચાર કર્યો કે તેમ આપણી વાત માનતે નથી તે હવે કૃષ્ણ વાસુદેવને આ કાર્ય સૅપીએ. સંભવ છે કે કદાચ તેનાથી નેમ માની જાય,
કૃષ્ણજીને સમુદ્રવિજયનું આમંત્રણ:- ઘણી વાર એવું બને છે કે જે કાર્ય મોટા નથી કરી શકતા તે નાના કરી શકે છે. બીજી વાત આપણે ગમે તેટલા મેટા ભલે રહ્યા અને કૃષ્ણ આપણાથી ભલે નાના હોય પણ અત્યારે તેને પ્રભાવ પડે છે, કારણ કે તે ત્રણ ખંડના સ્વામી છે. છપ્પન કોડ યાદવે ઉપર તેમની હાક વાગે છે. વળી નેમકુમાર મોટા ભાગે કૃષ્ણની સાથે ને સાથે રહે છે. બંનેને પરસ્પર ખૂબ પ્રેમ છે એટલે સંભવિત છે કે કૃષ્ણ તેને આગ્રહ કરશે તે માની જશે. ઘણે વખત એવું બને છે ને કે ઘરમાં વડીલે બેઠા હોય છે પણ દીકરે એ પુણ્યવાન અને પ્રભાવશાળી હોય છે કે સૌ કે એની સલાહ માંગે છે ને એ કહે તેમ સૌ કરે છે. મોટાને પણ એની વાત કબૂલ કરવી પડે છે. અહીં સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણીએ ઘણાં વિચારને અંતે નક્કી કર્યું કે આપણે કૃષ્ણને બોલાવીને આપણા મનની મૂંઝવણ વ્યક્ત કરીએ. આમ વિચાર કરીને કૃષ્ણજીને સમાચાર મોકલાવ્યા. કૃષ્ણજીને સમાચાર મળ્યા કે મારા કાકા અને કાકી મને બેલાવે છે. નાના તે મેટાને બેલાવે એમાં વિશેષતા નહિ પણ જ્યારે વડીલે નાનાને બોલાવે ત્યારે એની મહત્તા હોય છે. કૃષ્ણજીના રોમેરોમમાં આનંદ થયો કે મારા કાકા કાકીએ મને આજે યાદ કર્યો ? તે હું જદી જાઉં. એ વિચાર ન કર્યો કે મારે ઘણું કામ છે તે આજે નહિ કાલે જઈશ, પણ વડીલે બેલાવે એટલે હજારે કામ પડતા મૂકીને મારે તરત જવું જોઈએ, એટલે કૃષ્ણજી તરત જ જવા માટે તૈયાર થયા
શા. સુ. ૩૮