________________
૩૨
શારદ સુવાસ ન બંધુઓ ! ઉગ્રસેન રાજાઓ આવી માંગણી કરી તેનું કારણ તમે સમજ્યા ને ? આગળના વખતમાં ક્ષત્રિયકુળમાં એ રિવાજ હતું કે કન્યાના સ્નેહીજને કન્યાને સાથે લઈને વરરાજાના સ્થાને આવતા અને ત્યાં મંડપ રચી મટી ધામધૂમથી કન્યાને પરણાવતા, અને કેટલાક ક્ષત્રિયકુળમાં વરરાજાને બદલે ખાંડુ (તલવાર) મોકલીને કન્યાને તેની સાથે પરણાવતા તેથી ઉગ્રસેન રાજાએ કૃષ્ણ પાસે માંગણી કરી કે આપ બીજી કન્યાઓને આપને ત્યાં બોલાવીને લગ્ન કરે છે તે રીતે હું રાજેમતને નહિ મોકલું, પણ અરિષ્ટનેમિકુમાર મારે ત્યાં જાન જોડીને આવશે ત્યારે હું રાજેમતીને તેમની સાથે પરણાવીશ. કૃષ્ણ વાસુદેવે કહ્યું એમ કરવામાં આપને શું લાભ થશે? ઉગ્રસેન રાજાએ કહ્યું-સાંભળે. આપ મારે ત્યાં યાચક બનીને આવ્યા છે તેમ તેમકુમાર પણ મારે ત્યાં યાચક બનીને આવે ને હું તેમને કન્યાદાન આપું એવી મને હોંશ છે. તે સિવાય રાજેમતી મારી સૌથી નાની દીકરી છે. એ મને અત્યંત વહાલી છે, તેથી મારે તેના લગ્ન ખૂબ ધામધૂમથી કરવા છે. અને જમાઈને મારે ત્યાં બોલાવી તેમના હાથમાં રામતીને હાથ સેંપવા ઈચ્છું છું. આટલા માટે હું આપને એવી નમ્ર વિનંતી કરું છું કે આપે જેવી રીતે રાજેમતીની યાચના કરીને મારું ગૌરવ વધાર્યું છે તેવી રીતે આપ મારી આ વિનંતીને સ્વીકાર કરે.
ઉગ્રસેન રાજાની વિનંતીને સ્વીકાર કરતા કૃષ્ણ મહારાજા :- ઉગ્રસેન રાજાની વિનંતી સાંભળીને કૃષ્ણજીએ કહ્યું આ તે બહુ આનંદની વાત છે. હું આપની વિનંતીને પ્રેમથી સ્વીકાર કરું છું, કારણ કે જાન લઈને આવવાની અમને તે ઘણી હોંશ છે. અત્યાર સુધી કઈ કન્યાના બાપે અમને જાન લઈને આવવાનું આમંત્રણ આપ્યું જ નથી. મને પણ એમ થતું હતું કે કઈ જાન લઈને આવવાનું આમંત્રણ કેમ નહિ આપતા હોય ! કદાચ એમને એમ થતું હોય કે અમારે પરિવાર કેટલે મોટે ? છપ્પન ક્રેડ તે યાદ જ થઈ જાય, અને બીજા આવે તે જુદા. આટલી મોટી વિશાળ જાનને સાચવવી એ સામાન્ય વાત નથી. આવી મોટી જાનનું સ્વાગત અને સરભરા કરવામાં પિતાને અસમર્થ માનીને અમને કઈ પિતાને ત્યાં નહિ બેલાવતા હેય. આપે આવું મેટું સાહસ કર્યું તેથી મને ખૂબ આનંદ થયો છે. આપને હું ધન્યવાદ આપું છું ને વચન આપું છું કે અમે જાન જોડીને નેમકુમારને પરણાવવા માટે આવીશું, આથી ઉગ્રસેન રાજાને ખૂબ આનંદ થયે અને તેઓ કૃષ્ણજીને બેસાડીને અંતઃપુરમાં અાવ્યા.
અંતેઉરમાં આવીને ઉગ્રસેન રાજાએ પિતાની રાણી, કુટુંબીજનો તથા સ્નેહીજનોને બોલાવીને બધી વાત કરી, અને રાજેમતીના નેમકુમાર સાથે વિવાહ કરવાની સંમતિ માંગી. આ સાંભળીને સૌને ખૂબ આનંદ થયે ને કહેવા લાગ્યા કે આપણી રાજેમતી મહાભાગ્યવાન છે કે તેની માંગણી કરવા માટે ખુદ ત્રણ ખંડના સ્વામી પધાર્યા છે, અને તેને નેમકુમારની અગના બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, માટે આ સુઅવસરને ચૂકશે નહિ. વધાવી લે.